તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાણામંત્રી નિર્મલા સીતારામને આજે 20 હજાર કરોડના પેકેજની જાહેરાત સમયે ઉદ્યોગકારોની સાથે સામાન્ય કરદાતાને પણ રાહત મળે એનો ખ્યાલ રાખ્યો હતો. રિટર્નની તારીખ તો લંબાવાઈ જ હતી સાથે-સાથે એસેસમેન્ટની તારીખ પણ લંબાવી દેવામાં આવી છે. હવે સપ્ટેમ્બરની જગ્યાએ 31મી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાના રહેશે. રિટર્ન ભરવામાં થોડી રાહત થતાં શહેરના 15 લાખ જેટલાં કરદાતાઓને સીધો ફાયદો થયો છે. નોંધનીય છે કે ગુજરાતમાં 50 લાખથી વધુ કરદાતા છે. અલબત્ત, સી.એ. આલમમાં આજની જાહેરાત બાબતે મિશ્ર પ્રત્યાઘાત છે. સી.એ. વિરેશ રૂદલાલે કહ્યુ કે ટીડીએસની જાહેરાત મઝાક સમાન છે. કેમકે ફાયનાન્સ એક્ટમાં વધારેલી રૂપિયા 2.50 લાખ કરોડની ટીડીએસ આવસ સામે રૂપિયા 50 હજારની રાહત પાછી આપવામાં આવી છે.
ફેસલેસ સ્ક્રુટિની હાલ ચાલુ જ રહેશે
આકારાણી વર્ષ 2018-19ના એસેસમેન્ટ હવે 30મી સપ્ટેમ્બરની જગ્યાએ 31મી ડિસેમ્બર સુધી કરવાના છે. જ્યારે આકારણી વર્ષ 2019-20ના રિટર્નો તો હજી સ્ક્રુટિનીમાં પણ લેવાયા નથી. જેની એસેસમેન્ટ પૂર્ણ કરવાની તારીખ 31મી માર્ચ, 2021 છે, તે વધારીને 30મી સપ્ટેમ્બર, 2021 કરી છે. આમ, ફેસલેસ સ્ક્રુટિની હાલ ચાલુ જ રહેશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.