તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સિટીલાઇટની યુવતીએ સગાઇ પસંદ નહીં હોવાથી ફાંસો ખાધો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મૃતકના માતા-પિતા ઘરઘાટી તરીકે કામ કરેછે

સિટીલાઈટમાં ઘરઘાટી દંપતીની પુત્રીએ સગાઈ પસંદ ન હોવાથી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઉમરા પોલીસની તપાસમાં મંગેતર પસંદ ન હોવાથી તેણે આપઘાતનું પગલું ભર્યુ હોવાની શંકા વ્યકત કરાઇ છે.સિટીલાઈટ ધરમ પેલેસ-1માં રહેતા રમેશભાઈ બ્રાહ્મણ અને તેમના પત્ની ધરમ પેલેસમાં જ એક પરિવારને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા.

મંગળવારે બપોરે રમેશભાઈ તેમની પત્ની અને પુત્રી સંગીતા સુતા હતા. સંગીતા તેના માતા પિતા જે પરિવારને ત્યાં કામ કરતા હતા. તે પરિવારના જ અન્ય ફ્લેટની ચાવી લઈ ત્યાં ગઈ હતી અને ખાલી પડેલા આ ફ્લેટમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. થોડો સમય બાદ સંગીતા ન મળી આવતા તેના માતા પિતાએ શોધખોળ હાથ ધરી હતી.

જેમાં સિક્યુરીટી ગાર્ડે સંગીતા તેની પાસેથી અન્ય ફ્લેટની ચાવી લઈ ગઈ હોવાનું જણાવતા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં સંગીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સંગીતાની થોડો સમય પહેલા જ સગાઈ થઈ હોય તે તેણીને પસંદ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી સંગીતાએ આપઘાત કર્યો હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો