હવામાન:શહેરમાં કાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી ઘટશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની દિશા બદલાયા બાદ 20મી પછી ઠંડી વધશે
  • અરબી સમુદ્રમાં​​​​​​​ લો પ્રેશર, 17થી 20 વચ્ચે ઝાપટાં પડી શકે

શહેરમાં આ અઠવાડિયા દરમ્યાન વાતાવરણ વાદળછાયું રહેશે. મહારાષ્ટ્ર-ગોવા વચ્ચે અરબી સમુદ્રમાં 17મીએ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઇ રહી છે. આ સિસ્ટમના કારણે આગામી 17થી 20 નવેમ્બર દરમ્યાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પણ પડી શકે એવી સંભાવના છે.

તજજ્ઞોના જમાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઇને સાઉદી અરેબિયા તરફ આગળ વધશે. જેને લઇ આગામી દિવસથી શહેરમાં ક્રમશ: ઠંડીનું પ્રમાણ ઘટશે એમ હવામાન શાસ્ત્રી દેવચરણ દુબે જણાવ્યું હતું.

રવિવારે શહેરના લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો હતો. જેથી ઠંડીની અસરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 62 ટકા અને સાંજે 51 ટકા રહ્યું હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 6 કિ.મીની ગતિએ પવન ફૂંકાયા હતા. ગઇકાલની સરખામણીએ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે.

નોંધનીય છે કે, સોમવારથી શહેરમાં આંશિક વાદળો જોવા મળશે ત્યારબાદ 17થી 20 દરમ્યાન વાદળછાયું જ વાતાવરણ રહેશે. જેથી રાત્રિનું તાપમાન વધશે અને દિવસનું તાપમાન ઘટશે. આ સમયગાળા દરમ્યાન ઠંડી સામાન્ય રહેશે. હવે 20 નવેમ્બર બાદ જ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...