સુરતને રોશનીનો શણગાર:દિવાળી પહેલા શહેર રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, જબરજસ્ત ઉત્સાહનો માહોલ

સુરતએક મહિનો પહેલા
દિવાળીનો ઝગમગાટ સુરત શહેરની અંદર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.
  • સુરત શહેરને ચારેતરફથી શણગારી દેવામાં આવ્યું

સુરત શહેરમાં ચોતરફ દિવાળી પર્વની અતિ ભવ્ય ઉજવણી થઇ રહી છે. ઔદ્યોગિક નગરી સુરત કોરોનાકાળ બાદ ફરી એક વખત વેગવંતી થઈ છે. તમામ ક્ષેત્રની અંદર ખૂબ જ સારી રીતે રોજગાર ધંધાઓ ધમધમી ઉઠ્યા છે. છેલ્લા દસ પંદર દિવસમાં સુરતની તમામ માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો.

સુરત શહેરને ચારેતરફથી શણગારી દેવામાં આવ્યું છે. શહેરમાં નવા તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન સર્કલો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીનો ઝગમગાટ સુરત શહેરની અંદર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ઔદ્યોગિક નગરીની અંદર લોકો ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે.

દ્યોગિક નગરીની અંદર લોકો ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે.
દ્યોગિક નગરીની અંદર લોકો ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે.

સુરતના મોટાભાગના સર્કલ લાઈટિંગથી શણગારાયા
સુરત શહેરના અડાજણ ગેસ સર્કલ, જાગીરપુરા સર્કલ, મજુરાગેટ સરકાર, એસવીએનઆઈટી સર્કલ, સરથાણા વગેરે જેવા વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાઇટિંગ કરવામાં આવી છે. શહેરના મોટાભાગના બીજો પણ રોશનીથી ઝળહળી રહ્યા છે. બ્યુટીફિકેશન કરાયેલા પીપલોદ વિસ્તારની અંદર પણ રોશની ખૂબ જ આકર્ષક બની રહી છે.

ખૂબ જ મોટા પ્રમાણમાં લાઇટિંગ કરવામાં આવી છે.
ખૂબ જ મોટા પ્રમાણમાં લાઇટિંગ કરવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા લાઈટિંગ કરવામાં આવી
સુરત કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરભરની અંદર લાઈટિંગ કરવામાં આવી છે. શહેરના અલગ-અલગ ઉપર, કેબલ સ્ટેઇડ બ્રિજ નવનિર્મિત પાલ બ્રિજ વગેરે તમામ જગ્યા ઉપર રોશની કરવામાં આવી છે.

પીપલોદ વિસ્તારની અંદર પણ રોશની ખૂબ જ આકર્ષક બની રહી છે.
પીપલોદ વિસ્તારની અંદર પણ રોશની ખૂબ જ આકર્ષક બની રહી છે.

શહેરના પોશ વિસ્તારમાં ભવ્ય રોશની કરાઈ
રીંગ રોડ વિસ્તારની જે ખાનગી ઇમારતો છે તેમજ ટેક્સટાઇલ માર્કેટો, વરાછા વિસ્તાર, પિપલોદ વિસ્તાર, સિટીલાઇટ જેવા પોશ વિસ્તારમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. અલગ-અલગ શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષમાં પણ આકર્ષક રોશની જોવા મળી રહી છે. સુરત શહેર ચારે તરફથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હોય તેવા દૃશ્યો દેખાઈ રહ્યા છે.

રીંગ રોડ વિસ્તારની ઈમારતોને શણગારવામાં આવી.
રીંગ રોડ વિસ્તારની ઈમારતોને શણગારવામાં આવી.
શહેરના મોટા સર્કલોમાં લાઈટિંગ કરવામાં આવી.
શહેરના મોટા સર્કલોમાં લાઈટિંગ કરવામાં આવી.