તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:શહેરમાં 5 વર્ષ પછી જૂનમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આગામી બે દિવસ મધ્યમ વરસાદની આગાહી
  • 2015માં 20 ઇંચ વરસાદ પડ્યો હતો

સુરત શહેરમાં વર્ષ 2015 પછી જૂન મહિનામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ જૂન માસમાં પૂર્ણ થવામાં ચાર દિવસ બાકી છે ત્યારે વરસાદનો આંકડો વધવાની શક્યતા છે. જૂન 2015માં 20.7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદનો સૌથી વધુ વરસાદ થયો છે. વિતેલા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં વરસાદ નોંધાયો નથી.

આગામી બે દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરવાસમાં સામાન્ય વરસાદને લઇ ઉકાઇ ડેમમાં સતત બીજા દિવસે 650 ક્યુસેક પાણીની આવક રહી હતી. જેની સામે 650 ક્યુસેક ડિસ્ચાર્જ ચાલુ છે. રાતે 8 કલાકે ડેમની સપાટી 313.78 ફૂટ નોંધાઇ હતી. જ્યારે હથનુર ડેમની સપાટી 209.240 મીટર અને ડિસ્ચાર્જ 1924 ક્યુસેક છે.શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 81 ટકા અને સાંજે 71 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 12 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે.

છ વર્ષના વરસાદના આંકડા
વર્ષઇંચ
201520.7
20164.22
201711.91
20186.78
20195.16
202011.22
202116
અન્ય સમાચારો પણ છે...