માવઠું:શહેરમાં 5 વર્ષ પછી ડિસેમ્બરમાં માવઠું 2017માં 11.6 મિમી વરસાદ થયો હતો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણમાં ચક્રવાત બાદ અરબી સમુદ્રમાં ડેવલપ થયેલા લો પ્રેશરની અસર
  • હજુ 3 દિવસ છૂટાછવાયા વરસાદની વકી: ઠંડી ગાયબ, રાત્રિનો પારો 22.5 ડિગ્રી

દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાત બાદ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર ડેવલપ થયું છે. આ લો પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં 14થી 16 વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

શહેરમાં મંગળવારે બપોર પછીથી વાતાવરણમાં પલટો આવી કેટલાક વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. શહેરમાં 5 વર્ષ પછી ડિસેમ્બરમાં વરસાદ થયો છે. 2017માં 11.6 મિમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી, લઘુતમ 22.5 ડિગ્રી, ભેજનું પ્રમાણ સવારે 83 ટકા, સાંજે 50 ટકા અને પૂર્વથી 4 કિમીની ગતિએ પવનો ફૂંકાયાં હતા.

હાલમાં મહત્તમ તાપમાન સરેરાશથી 3 તો લઘુ્તમ તાપમાન 6 ડિગ્રી વધારે છે. વાતાવરણ પલટાતાં રાત્રિનું તાપમાન વધુ અઢી ડિગ્રી વધી ગયું છે. 2 દિવસમાં રાત્રિનું તાપમાન 6.5 ડિગ્રી વધી 22 ડિગ્રીને પાર થઇ જતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...