વરસાદ:સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં 14 ઇંચ વરસાદ પડ્યો, સિઝનનો 89% થયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ કોઝવે ઓવરફ્લો છે, ત્યારે તાપી નદીના તમામ ઓવારા પર જવાની મનાઈ ફરમાવતા બેનરો લગાડી બંધ કરાય હતા. - Divya Bhaskar
હાલ કોઝવે ઓવરફ્લો છે, ત્યારે તાપી નદીના તમામ ઓવારા પર જવાની મનાઈ ફરમાવતા બેનરો લગાડી બંધ કરાય હતા.
  • જુલાઈ-ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં સારો વરસાદ, જૂનમાં 16 ઇંચ હતો
  • આજે હળવા ઝાપટાંની વકી, 17થી 19 વચ્ચે વધુ વરસાદની આગાહી

છેલ્લા 15 દિવસમાં શહેરમાં કુલ 14 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જૂન માસમાં 16 ઇંચ હતો. જો કે, જુલાઇ-ઓગસ્ટની સરખામણીએ સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં નોંધાયો છે. હજુ આગાહી છે અને અડધો મહિનો બાકી હોવાથી સિઝનના વરસાદનો આંકડો વધી શકે છેે.

શહેરમાં મોસમનો કુલ વરસાદ 48.46 ઇંચ થયો છે. સરેરાશ 55 ઇંચ વરસાદની ગણતરીએ સિઝનનો 88.50 ટકા વરસાદ વરસી ગયો છે. બુધવારે દિવસે નોંધપાત્ર વરસાદ હતો. શહેરમાં સૌથી વધુ વરાછામાં 2 ઇંચ જ્યારે સિટીમાં સવા ઇંચ વરસાદ હતો. જો કે, બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તા.17થી 19 વચ્ચે સારો વરસાદ વરસી શકે છે.

શહેરનો વરસાદ (ઇંચ)

સેન્ટ્ર્લ1.3
વરાછા-એ1.2
વરાછા-બી2
રાંદેર1.3
કતારગામ1.1
ઉધના0.7
લિંબાયત0.7
અઠવા1

ઓલપાડમાં 4 ઇંચ વરસાદ

જિલ્લોવરસાદ
બારડોલી0.4
ચોર્યાસી1.8
કામરેજ2.1
મહુવા0.7
માંડવી1
માંગરોળ0.2
ઓલપાડ4
પલસાણા0.5
ઉમરપાડા-

​​​​​​​ઉકાઇ ડેમ રૂલ લેવલે પહોંચતા ડિસ્ચાર્જ 22776 ક્યુસેક કરાયો
​​​​​​​ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટીને 22776 ક્યુસેક થઇ ગઇ છે. બીજી તરફ સતત દોઢ દિવસ 1 લાખ ક્યુસેક પાણી છોડીને સપાટી રૂલ લેવલ 340 ફૂટ પર લઇ જવાઇ છે. જેથી પાણી છોડવાની માત્રા બપોરે 1 કલાકથી ઘટાડી માત્ર 22776 ક્યુસેક કરાઈ છે. હાલમાં ડેમમાં પાણીની આવક-જાવક સરખી છે. ડેમની સપાટી 340 ફૂટ પર સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...