તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ઈન્ટરનેશનલ નર્સિસ ડે:શહેરમાં 5000 નર્સિંગ યોદ્ધાઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે, કોરોનાકાળમાં 320ને ચેપ લાગ્યો, 5નાં મૃત્યુ પણ થયાં

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્સિસ દર્દીઓને દવા આપવાથી લઇને ખવડાવવા સુધીની કામગીરી કરે છે. - Divya Bhaskar
નર્સિસ દર્દીઓને દવા આપવાથી લઇને ખવડાવવા સુધીની કામગીરી કરે છે.
  • એકપણ રજા લીધા વિના નર્સિંગ સ્ટાફે 8થી 10 કલાક સેવા આપે છે

12 મેના રોજ ઈન્ટરનેશનલ નર્સિસ ડે છે. ત્યારે સુરતના 5 હજારથી વધુ નર્સિંગ યોદ્ધા પોતાના જીવની પરવા કર્યા વિના તમામ સરકારી, અર્ધસરકારી તેમજ પાલિકા હેલ્થ સેન્ટર્સ ખાતે રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 680 નર્સિંગ કર્મચારીઓમાંથી 140 જેટલા નર્સિસ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. જે પૈકી બે પુરૂષ અને ત્રણ મહિલા મળી 5 નર્સનાં અવસાન થયા છે. સ્મિમેરમાં પણ 180 નર્સિસ કોરોનાગ્રસ્ત થયા હતા અને એ તમામ સ્વસ્થ થઈને ફરીથી ફરજ પર જોડાઈ ચૂક્યા છે.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા જણાવે છે કે, છેલ્લું એક વર્ષ નર્સિંગ વર્ગ માટે અગ્નિપરીક્ષા સમાન રહ્યું છે. સુરતનો નર્સિંગ સ્ટાફ સતત 8થી 10 કલાક PPE કીટ, માસ્ક અને ગ્લોવ્ઝ્માં દર્દીઓની કરી રહ્યો છે. નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે.

ફ્લોરેન્સના માનમાં નર્સિંગ ડે ઉજવાય છે
12 મેના રોજ ઈન્ટરનેશનલ નર્સિસ ડે. ઉજવાય છે. આ દિવસનો સબંધ 200 વર્ષ પૂર્વે 12 મે,1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે છે. એમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી હતી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ દિવસ-રાત પોતાના દર્દીઓની દેખભાળ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...