હવામાન:શહેરમાં સરેરાશ 1, સેન્ટ્રલ- રાંદેર ઝોનમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુમસમાં વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી - Divya Bhaskar
ડુમસમાં વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી
  • આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • બપોરે પડેલા ધોધમાર વરસાથી ઠેર-ઠેર પાણી ભરાયા

શહેરમાં બપોરના સુમારે અચાનક વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારાની સ્થિતિનો સામનો કરી રહેલા શહેરીજનોને ગરમીથી થોડી રાહત મળી હતી. બપોરના 2થી 4 વાગ્યાના માત્ર બે કલાકની અંદર શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

જેમાં બે કલાકમાં સેન્ટ્ર્લ ઝોનમાં 2.36 ઇંચ અને રાંદેર ઝોનમાં 1.8 ઇંચ, કતારગામમાં 1.4 ઇંચ અને વરાછામાં 1 ઇંચ વરસાદથી ઠેરઠેર રસ્તા ઉપર પાણી ભરાઇ જવાના દ્ર્શ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે પાણીનો નિકાલ કરવા માટે પાલિકાની ટીમ દોડતી થઇ ગઇ હતી.

જો કે સાંજે 4 કલાક પછી વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શનિવારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું. બપોરના 2થી 4 વાગ્યા દરમિયાન શહેરમાં વરસાદ પડતા બફારાની સ્થિતિનો સામનો કરી રહેલા શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

પાલનપુર પાટિયામાં રસ્તા પર પાણી ભરાયા

શનિવારે ધોધમાર વરસાદથી શહેરના રાંદેર ઝોનમાં પાલનપુર પાટિયામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉકાઇથી 7080 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું
ઉપરવાસમાં વરસાદના વિરામને લઇ ઉકાઇની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે ડેમની સપાટી 313 ફૂટથી નીચે સરકી ગઇ હતી. સાંજે 6 કલાકે સપાટી 312.90 ફૂટ હતી અને 7080 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે.

ઓલપાડ -ચોર્યાસી સિવાય તમામ કોરાકટ
જિલ્લામાં માત્ર શહેરને અડીને આવેલા ઓલપાડ તાલુકામાં 28 મીમી અને ચોર્યાસી તાલુકામાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના તાલુકા કોરાકટ રહ્યા હતા.​​​​​​​

ઝોન વાઇઝ વરસાદ
સમય12-22-4
સેન્ટ્રલ160
રાંદેર745
કતારગામ-35
અઠવા149
વરાછા-એ-24
વરાછા-બી-10
લિંબાયત29
ઉધના2-

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...