છૂટાછેડા બાદ રૂંધાતું બાળપણ:બાળક રાત્રે માતા પાસે રહે, પિતા સ્કૂલે લેવા જાય, શિયાળામાં માતા તો ઉનાળામાં પિતા વેકેશન પર લઈ જાય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેમિલી કોર્ટમાં આવેલો ઘોડદોડનો કિસ્સો સમાજ માટે વિચાર માંગી લે તેવો છે

ફેમિલી કોર્ટમાં આવેલા ઘોડદોડના દંપતીના કેસમાં લગ્નના 12 વર્ષે બાળક થયા બાદ બંને છૂટા થાય છે, પરંતુ બાળકની કસ્ટડી માટે દાવો ન કરી પતિ-પત્ની જ નક્કી કરી લે છે કે રાત્રે બાળક માતા પાસે રહેશે તે સ્કૂલે મૂકી આવશે અને બાળકને પિતા સ્કૂલથી લઇ આવશે. ત્યારબાદ સાંજે બાળક ફરી માતા પાસે જશે. ઉપરાંત અઠવાડિયાના 3 દિવસ પિતા રાખશે, 4 દિવસ માતા. એક સન્ડે પિતા ફેરવશે તો બીજા સન્ડે માતા. વેકેશનમાં પણ ઉનાળું અને શિયાળું એમ બે ભાગ પાડ્યા છે. એડવોકેટ ટીના શર્મા કહે છે કે એવા કેસ પણ છે, જેમાં બાળકની કસ્ટડી કોઈ માંગતું ન હોય.

છૂટા પડી દંપતી લિવ ઇનમાં રહે કે બીજા લગ્ન કરે ત્યારે પણ બાળકોની હાલત દયનીય
ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં અનેકવાર બાળકોની કસ્ટડીના મામલા ગંભીર બની જાય છે. પતિ-પત્ની બીજા લગ્નની તૈયારીમાં હોય છે ત્યારે બાળકને રાખવા કોઈ તૈયાર ન હોય ત્યારે સ્થિતિ વધુ વણસે છે. ઉપરાંત જ્યારે પતિ કે પત્ની બીજા લગ્ન બાદ અગાઉના બાળકને રાખવા તૈયાર થાય તો પણ તેના ભરણપોષણ માટે ઘણી જહેમત કરવી પડે છે. આવા દંપતી બાળકના પ્રેમમાં દરેક મુશ્કેલીઓ હસતાં મોઢે ઝેલી લે છે.

પતિ-પત્ની છૂટા થઈ ગયા, બાળકને માસીએ રાખ્યું
એક કિસ્સો એવો પણ સામે આવ્યો છે જેમાં દંપતિના છૂટાછેડા બાદ બાળકને બંનેમાંથી કોઈ રાખવા તૈયાર ન હતા. બંને બીજા લગ્ન કરી એકલા રહેવા માગતા હતા. આ કેસમાં માસીએ બાળકને રાખ્યું હતું.

માતા લિવ ઇનમાં રહે છે, પિતા બીજા લગ્ન કરશે
ફેમિલી કોર્ટમાં જોવા મળેલા એક કેસમાં દંપતિના છુટાછેડા બાદ બાળકની જવાબદારી કોઈએ સ્વીકારી ન હતી. માતા પરિણીત પુરુષ સાથે લિવ ઇનમાં રહેવા લાગી હતી અને પિતા બીજા લગ્ન કરવા ઇચ્છતા હતા.

સબંધીઓનો સહકાર મહત્ત્વનો
મોટાભાગે પતિ-પત્ની છુટાછેડા લઈ બાળકોને સાચવી લે છે પરંતુ કેટલાંક કેસમાં જ્યારે બંને રાખવા તૈયાર ન થાય ત્યારે સંબંધીઓ આગળ આવે છે.- જલ્પા રૂપારેલીયા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...