તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચીકલીગર ગેંગે ક્રાઈમબ્રાંચ PSI પર કાર ચઢાવી દીધી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સણીયા કણદેમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી

ઘરફોડ ચોરી અને વાહનચોરીમાં સંડોવાયેલા કુખ્યાત ચીકલીગર ગેંગના સાગરિતો સણીયા કણદે ગામમાં ખેતરોમાં આવેલા ફાર્મહાઉસમાં લૂંટના ઈરાદે ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા હોવાની ડીસીબીના સ્ટાફને બાતમી મળી હતી. 13મીએ સવારે સ્ટાફના માણસો સણીયા કણદેગામે રોડ પર વોચમાં ગોઠવાય ગયા હતા. દરમિયાન રસ્તામાં બોલેરો પીકઅપવાનને સ્ટાફે અટકાવી હતી.

અચાનક ચાલકે પીકઅપ વાન ચાલકે રીવર્સ લઈ ભાગવાની કોશિશ કરી જેમાં પીઆઈ રાઠોડની સ્કોર્પિયોને ટક્કર મારી હતી. એટલું જ નહિ ડીસીબીના પીએસઆઈ અને પોલીસકર્મીને કાર ચઢાવી ઉડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. સદ્નસીબે પીએસઆઈ અને પોલીસકર્મીનો ચમત્કારિક બચાવ થયો હતો.

ડીસીબીએ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઇમબ્રાંચે જાતે ફરિયાદી બની ટોળકી સામે હત્યાની કોશિશ અને લૂંટ-ઘાડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 5 રીઢાચોરોને પકડી પાડી આવતીકાલે ધરપકડની કાર્યવાહી કરશે.

પોલીસ પર કાર ચઢાવી દેવાના મામલે અજયસીંગ ઉર્ફે મામુ ભુરાસીંગ ચીકલીગર(23), આઝાદસીંગ ઉર્ફે ધનરી ચીકલીગર(30), અમૃત સીંગ ઉર્ફે અન્ના ચીકલીગર(23), રોહીતસીંગ રાજુસીંગ ચીકલીગર(19), હરજીતસીંગ અજીતસીંગ ચીકલીગર(30) (તમામ રહે,ભેસ્તાન આવાસ)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...