વિશ્વ મહિલા દિવસની ઉજવણી:ચેમ્બરે અલગ અલગ ક્ષેત્રની 59 મહિલાને નારી ગૌરવ એવોર્ડ આપ્યા

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
અપરા મહેતાના હસ્તે એવોર્ડ વિતરણ - Divya Bhaskar
અપરા મહેતાના હસ્તે એવોર્ડ વિતરણ
  • ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા સરસાણા ખાતે આઇકોનિક નારી ઓફ ધી ડિકેડ’ સહિતી કેટેરગીમાં એવોર્ડ વિતરણનું આયોજન કર્યું

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપ એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાતની મહિલાઓ માટે ‘નારી ગૌરવ એવોર્ડ સન્માન સમારોહ અને આઇકોનિક નારી ઓફ ધી ડિકેડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન પદે રંગમંચ તેમજ ટીવી સિરીયલના જાણીતા અભિનેત્રી અપરા મહેતા ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સમાજ સેવા, નાટક, સંગીત, સાહિત્ય, ધર્મ, લલિતકળા, સ્પોટ્‌ર્સ, શિક્ષણ, ધંધા–ઉદ્યોગ અને વ્યવસાય વિગેરે ક્ષેત્રોમાં દક્ષિણ ગુજરાતની જે મહિલાઓએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તેઓને સન્માનિત કરવામાં આવી હતી.

૩ મહિલાઓને ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે ૩૦ મહિલાઓને ‘આઇકોનિક નારી ઓફ ધી ડિકેડ’ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ર૬ મહિલાઓને ‘નારી ગૌરવ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. જુદા–જુદા કાર્યક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર આ તમામ મહિલાઓને અભિનેત્રી અપરા મહેતાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...