તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Chairman Rejected The Commissioner's Proposal To Empower The Deputy Commissioner To Spend Rs 15 Lakh, Saying "this Will Be Misused".

સત્તા મુદ્દે શીતયુદ્ધ:ડેપ્યુટી કમિશનરને 15 લાખનો ખર્ચ કરવાની સત્તા આપવા કમિશનરની દરખાસ્ત ચેરમેને ફગાવી કહ્યું, ‘આનો દુરુપયોગ કરશે’

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સ્ટેન્ડિંગ ચેરમેને અગાઉ અધિકારીઓની નાણાકીય સત્તા છીનવી હતી, એક અધિકારી માટે કરેલી દરખાસ્ત પણ મંજૂર ન કરી

પાલિકા કમિશનર બંછાનિધી પાની અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું શીતયુદ્ધ પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આવા જ એક વિવાદમાં ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેને કમિશનરની લિંબાયતના ઝોનલ ચીફને ખાસ કિસ્સામાં 15 લાખ ખર્ચ કરવાની સત્તા આપવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. નોંધ ફગાવી એ વાત સામાન્ય હતી પરંતુ તેની સાથે નોંધ મૂકી હતી કે, અધિકારી સત્તાનો દુરુપયોગ કરશે. જૂના કિસ્સાઓને ધ્યાને લઈને ચેરમેને આ નોંધ મૂકી જૂનો ઠરાવ અમલ કરવા કહ્યું હતું. અગાઉ ચેરમેને અધિકારીઓ પાસેથી નાણાકીય સત્તા આંચકી લીધી હતી.

ચોમાસામાં ખાડી પાછળ 15 લાખ ખર્ચ કરવા લિંબાયત ઝોનલ ચીફ માટે દરખાસ્ત મુકી હતી. પરંતુ ચેરમેન પરેશ પટેલે તે ફગાવતા નોંધ પાઠવી હતી કે, પ્રાથમિક જરૂરિયાત વાળા કામો જે તે સત્તાધિકારી દ્વારા સત્તાનો યોગ્ય ઉપયોગ કરી પાલિકાના આર્થિક હિતને નુકશાન નહીં થાય તે રીતે નિયમોનું પાલન કરી વિવેકાનુસાર અગત્યતા ધ્યાને લઈ કરાવવાના હોય છે.

તેથી જરૂરી અને અગત્યતા ધરાવતા ખર્ચની મર્યાદામાં આવતા કામો અટક્યા વગર પૂર્ણ થઈ શકે પરંતુ એક્ટની કલમ 73(ડી) મુજબના રજુ થતાં ઘણાં કામોમાં એક્ટની કલમ-73(સી) ની સત્તાનો દુરઉપયોગ થાય છે. ઘણાં કામો એક સરખા હોવા છતાં ઝોન, ખાતા દ્વારા કામના ટુકડા કરી આપવામાં આવતાં હોવાનું સમિતિને ધ્યાને આવ્યું છે.

અગાઉ ચોમાસામાં કરવાની કામગીરી પાલિકાના વિવિધ ડેલિગેશન ઓફ પાવર દ્વારા કરાવવામાં આવે છે. આ કામગીરી કમિશનરની સત્તાની રૂએ પણ કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...