મંજૂરીની મહોર:31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે મજબૂત કરાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મુલત્વી કરેવી દરખાસ્ત સ્થાયીમાં મંજૂર

તાપી નદીમાં પૂરને પગલે વિયર કમ કોઝવેના ટો વોલ, રબલ એપ્રન અને કોન્ક્રીટ બ્લોક્સને ડેમેજ થયું હોય રુપિયા 14.32 કરોડ ખર્ચે મરમ્મત-સ્ટ્રેન્થનિંગ કરવા ગત મહિને મુકાયેલી દરખાસ્તને ગુરુવારે મળેલી બેઠકમાં મંજૂરીની મહોરો મારી દેવાઇ છે. ચેરમેન પરેશ પટેલે ગત બેઠકમાં 31 કરોડ ખર્ચે બનેલા કોઝવેના રિપેરીગ પાછળ જ પાલિકાએ 14.50 કરોડ ખર્ચી કાઢ્યાં છે અને બેરેજ પ્રોજેકટ પણ હોય વધુ અભ્યાસનું કારણ દર્શાવી દરખાસ્ત મુલતવી દેવામાં આવી હતી.

પાલિકાએ વર્ષ 1995માં વિયર–કમ–કોઝવે બનાવી જળાશયની રચના કરી હતી. જેમાં કુલ ખર્ચ રૂા. 31.20 કરોડ થયો હતો, જે તમામ ખર્ચ હજીરાના ઔધોગિક એકમોએ ભોગવ્યો હતો. જ્યારે તેનું મેઈન્ટેનન્સ પાલિકાએ કરવાનું ઠરાવ્યું હતું. પરંતુ સમયાંતરે રેલને પગલે હાલમાં કોઝવેના સ્ટ્રકચરને સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર તંત્રને જણાઈ છે. તેથી પાલિકાએ હજીરા ઔધોગિક ગૃહ એસોસિએશન (HAIA) તથા ઉધોગો વચ્ચે માર્ચ 2019માં સંયુક્ત મીટિંગ કરી ખર્ચમાં 60 ટકા ફાળો આપવા સંમતિ મેળવી હતી. ત્યારે વિયર કમ કોઝવેની મરમ્મત, સ્ટ્રેન્ચિંગ માટે ડાઉન સ્ટ્રીમમાં ચેઈનેજ 40 મી.થી 310 મી.ના ભાગે આર.સી.સી. લોન્ચિંગ એપ્રોનની કામગીરી કરવાની હોવાથી તે માટે પાલિકાને રૂપિયા 14.32 કરોડ ખર્ચ થશે.

અન્ય સમાચારો પણ છે...