વીડિયો વાયરલ:ડુમસ રોડ પર ફ્રાઇ રાઇસમાં ઇયળ નીકળી, ઢાબાને તાળું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્તાક અમદાવાદી તવાફ્રાયના મેનેજરે ગ્રાહકને કહ્યું કે, ખાવું હોય તો ખાઈ જાવ

ડુમસ રોડ પર વી.આર મોલ સામે આવેલા મુસ્તાક અમદાવાદી તવાફ્રાય દુકાનમાં વેજ ફ્રાઇ રાઇસમાંથી ઇયળ નીકળતા ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી હતી. જો કે મેનેજરે ગ્રાહકને રોજનું છે, તમારે ખાવું હોય તો ખાઇ જાવ, જવા દેવુ હોય તો જવા દો એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો.

આ અંગેનો ગ્રાહકે વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા પાલિકાનું ફુડ વિભાગ દોડતું થયું હતું. ફુડ વિભાગે તાકીદે મુસ્તાક અમદાવાદી તવાફ્રાઇને તાત્કાલિક ધોરણે બંધ કરાવી રૂા.2 હજારનો દંડ ફટકાર્યો હતો અને સાથે નોટીસ પણ ફટકારી હતી.

ગઈકાલે એક પરિવાર અહીં જમવા આવ્યો હતો. તેમણે વેજ ફ્રાઈ રાઈસનો ઓર્ડર આપ્યો હતો. જમતી વેળાએ થાળીમાં ઈયળ નીકળી હતી. જેથી પરિવારે મેનેજરને ફરિયાદ કરી હતી. પરંતુ મેનેજરે ગ્રાહક સાથે ઉદ્ધતપૂર્વક વર્તન કરતા મામલો ગરમાયો હતો. ગ્રાહકે વીડિયો વાયરલ કરતા પાલિકાનું ફુડ વિભાગ સફાળે જાગી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...