અપીલની વિન્ડો શરૂ કરાઈ:IT અપીલની વિન્ડો ખોલાતા હવે કેસ સ્ટેટસ જાણી શકાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી કેસો ચાલતા નથી અને સાડા છ લાખ કેસ પેન્ડિંગ, કરદાતાઓ સવાલો કરી શકશે

આવકવેરા વિભાગમાં ફેસલેસ અપીલના લગભગ અટકી પડેલાં સાડા છ લાખ કેસ પેન્ડિંગ છે ત્યારે કરદાતાઓ માટે રાહતના સમાચાર છે. અપીલની વિન્ડો શરૂ કરાઈ છે એટલે આશા જાગી છે કે કેસોનું હિયરિંગ પણ જલદી શરૂ થશે. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે વિન્ડો ઓપન થતાં કમ્યુનિકેશનનો એક માર્ગ ખુલ્યો છે. અત્યાર સુધી આવુ કશું જ હતુ નહીં. એટલે કેસ ક્યારે ચાલશે એ જ ખબર પડતી નહતી. એટલે કે નવી સિસ્ટમ આવી તે પહેલા બધુ સાવ ઠપ્પ હતું.

નોંધનીય છે કે, નોટબંધીના કેસ એસેસમેન્ટમાંથી અપીલના લેવલે આવ્યા બાદ સમગ્ર દેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા ફેસલેસ અપીલની શરૂઆત કરવામાં આવી હતી. એટલે રૂબરૂ હિયરિંગની જગ્યાએ ઓનલાઇન જ કામ ચાલે. પરંતુ નોટબંધી બાદથી હિયરિંગમાં લોચા મરાતા ગયા ગયા અને છેલ્લે-છેલ્લે તો કામકાજ સાવ ઓછું થઈ ગયુ.

સી.એ. સૂત્રો કહે છે કે, સમગ્ર દેશમાં લગભગ સાડા છ લાખ જેટલા કેસ પેન્ડિંગ હોવા છતાં તેના ઝડપી નિકાલનો કોઈ જ રસ્તો અપનાવવામાં ન આવ્યો. અનેક કેસમાં હિયરિંગ જ બંધ થઈ ગયુ. હવે જ્યારે વિન્ડો ઓપન થતાં અનેક પ્રકારના સવાલો જે કરદાતાના મનમાં છે તે પૂછી શકાશે. જેના કારણે કેસ ક્યારે ચાલશે તેની જાણકારી મળશે. અપીલના કેસમાં સીધી જ જાણકારી એક વિન્ડો પરથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...