તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્લભ પટેલ આત્મહત્યા કેસ:દુર્લભ પટેલ સુસાઇડ કેસના ગુનામાં વપરાયેલી કાર હજુ સુધી પણ જપ્ત કરાઈ નથી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દુર્લભ પટેલ ફાઈલ તસ્વીર - Divya Bhaskar
દુર્લભ પટેલ ફાઈલ તસ્વીર
 • આરોપી પો.કો. અજય આ કારનો ઉપયોગ કરતો હતો

દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં આરોપી કોન્સ્ટેબલ અજય બોપાલા જે કારમાં તેમના ઘરે જઈને દબાણ કરતો તે કાર લાંબા સમયથી રાંદેર પોલીસ મથકની બહાર પડી હતી. તે કારને નંબર પ્લેટ નથી તેમજ તે કારને કાળા કાચ છે. તેની માલિકી વિશે પણ માહિતી નથી.જિલ્લા પોલીસ કે ક્રાઈમ બ્રાંચે તે કાર કબજે પણ કરી નથી.

પીસાદની જમીન માટે રાંદેરના તત્કાલિન પીઆઇ બોડાણાા-કોન્સ્ટેબલ અજય બોપાલા પર દુર્લભ પટેલને ત્રાસ આપવાનો આક્ષેપ છે. અજય રાત્રે જ્યારે પણ દુર્લભભાઈના ઘરે જતો ત્યારે તે સફેદ રંગની ક્રેટા કારમાં આવતો. આ કારથી દુર્લભભાઈના દીકરાનો પીછો કરાતો. આ કાર પર નંબર પ્લેટ નથી. તેના પર કાળા રંગની ફિલ્મ છે. આ કાર લાંબા સમયથી રાંદેર પોલીસમથકની બહાર હતી.

આ કાર બાબતે પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. કાર બાબતે દુર્લભભાઈના પુત્ર જયંતે જણાવ્યું કે આ જ કારમાં અજય રાત્રે પણ તેમના ઘરે આવતો હતો. જ્યારે જમીન પર કે ફાર્મ હાઉસમાં અમને બોલવાતા ત્યારે આ કારમાં જ અજય અને બીજા આવતા હતા. પરંતુ તેના પર નંબર પ્લેટ ક્યારેય જોઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો