સેકન્ડમાં કાર ખરીદી આરસી બુકમાં નામ ચઢાવ્યા બાદ વેચનાર પાસેથી 14 દિવસમાં પોલિસી ટ્રાન્સફર કરાવવા દરમિયાન જ કાર ચોરાઈ જતાં ખરીદનાર અને વેચનાર બંનેએ વીમા કંપની સમક્ષ ક્લેઇમ કર્યો હતો. જો કે, આરસી બુક અને પોલિસીમાં નામ જુદાં-જુદાં હોય વીમા કંપનીએ ક્લેઇમ નામંજૂર કર્યો હતો. સમગ્ર મામલે કોર્ટે પણ અરજદારોની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહની દલીલ હતી કે ક્લેઇમ કરવામાં આવે ત્યારે બંને પર નામ એક જ હોવા જોઇએ જે આ કેસમાં નથી. જે ગ્રાહક જ નથી તેણે ક્લેઇમ કર્યો છે. આથી ક્લેઇમ મંજૂર કરી શકાય નહીં.
14 દિવસમાં નામ ન ચઢાવ્યું
અલથાણમાં રહેતા રવિએ પંકજની કાર ખરીદી હતી, રવિએ આરસી બુકમાં પોતાનું નામ ચઢાવ્યા બાદ 14 દિવસમાં પોલિસીમાં પણ નામ ચઢાવવાનું હતું પરંતુ પત્ની બિમાર પડતા કામ થયું ન હતુ. દરમિયાન કાર ચોરાતા રવિ અને પંકજ બંનેએ વીમા કંપની સમક્ષ ક્લેઇમ કર્યો હતો.
કોર્ટે શું કહ્યું
આરસી બુકમાં બનાવના દિવસે જે વ્યક્તિનું નામ માલિક તરીકે છે, તેની સાથે વીમા કંપનીને કોઈ કરાર નથી. કરાર બીજા સાથે છે. આરસી બુકમાં જે દિવસે નામ દાખલ થયંુ તે જ દિવસે પોલિસીમાં પણ નામ દાખલ થવું જોઇતંુ હતુ. તેમ થયુ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.