તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • The Car Of 6 Jewelers Traveling From Surat To Saputara Collided With A Car Near Waghai, All Injured When The Car Collided With A Tree

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુરતથી સાપુતારા ફરવા નીકળેલા 6 રત્નકલાકારોની કારને વઘઈ પાસે કારે ટક્કર મારી, કાર ઝાડ સાથે અથડાતા તમામ ઈજાગ્રસ્ત

સુરત5 મહિનો પહેલા
ઈજાગ્રસ્તોને નવસારી સિવિલમાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. - Divya Bhaskar
ઈજાગ્રસ્તોને નવસારી સિવિલમાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
 • વઘઇ પાસે ઇકો કાર ઝાડ સાથે અથડાઈ
 • તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

સુરતથી સાપુતારા ફરવા નીકળેલા 6 રત્નકલાકારોની કારને કારે ટક્કર મારતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર તમામ રત્નકલાકાર ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તનો નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વેડરોડથી ઈકો કારમાં સાપુતારા જવા નીકળ્યા હતા
હાલ ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી વેકેશન છે. ત્યારે વેડરોડ ખાતે રહેતા રત્નકલાકારોએ સાપુતારા ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. રાત્રે 6 રત્નકલાકારો ઈકો કારમાં સાપુતારા જવા નીકળ્યા હતા. દરમિયાન ડાગના વધઈ પાસે પહોંચતા એક સ્કોર્પિયો કારના ચાલકે ઈકો કારને ટક્કર મારી હતી. જેથી ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 6 રત્નકલાકારોની ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે ઇજાગ્રસ્ત તમામને 108માં નવસારી બાદ સુરત સિવિલ ખસેડાયા હતા. હાલ તમામની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્તોની યાદી

 • પ્રવીણ અશોકભાઈ પ્રસાદ (21 રહે શિવ નગર કડોદરાઃ
 • સંજય સુનિલ રતન પારખે (27 રહે ત્રિલોક સોસાયટી વેડરોડ, ડ્રાઇવર)
 • મોન્ટુ સન્યાસી દાસ (21 રહે સાઈ કિરણ સોસાયટી વેડરોડ)
 • સચિનશિવ ચરણ કેથલ (25 રહે મારુતિ વિલા વેડરોડ)
 • મિતુલ ધનસુખ દેશમુખ (24 રહે વિશ્રામ નગર વેડરોડ)
 • અન્ય એક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો