ક્રાઈમ:કોથળામાં બાળકની લાશનો કોલ મળ્યો, તપાસમાં કૂતરાની નીકળી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગણપોર ડભોલી બ્રિજ પાસેની ઘટના, પોલીસને કોલ કરનારે ફરિયાદ ન આપી

સિંગણપોરમાં ડભોલી બ્રિજથી થોડા અંતરે રોજના કિનારે કોથળામાંથી કૂતરાની લાશ મળી હતી. સિંગણપોરમાં જહાંગીરપુરા-ડભોલી બ્રિજથી સિંગણપોર ગામ તરફ આવતા રસ્તાના કિનારે એક કોથળો પડ્યો હતો. રાહદારીઓને કાંઈ શંકાસ્પદ જણાયું હતું. તેથી એક રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું કે કોથળામાં બાળકની લાશ હોય એવું લાગે છે. તેથી સિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.સી.વસાવા સહિત અધિકારીઓનો કાફલો બનાવવાની સ્થળે પહોંચ્યો હતો. સફાઈ કામદારોને બોલાવી તપાસ કરી હતી.

કોથળો ખોલ્યો તે સમયે પોલીસ સહિત તમામના જીવ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ કોથળામાંથી કૂતરાની લાશ નીકળતા પોલીસ અધિકારીઓએ રાહત અનુભવી હતી. આ વખતે લોકોને દૃશ્યમ ફિલ્મની સ્ટોરી યાદ આવી ગઈ હતી. આ વખતે પોલીસને જાણ કરનારને પોલીસે કહ્યું કે કૂુતરાને કોઈએ મારીને ફેંક્યું હોવાથી અજાણ્યા આરોપી વિરુદ્ધ એનિમલ ક્રુઆલિટી એક્ટ હેઠળ ફરિયાદ આપવા કહ્યું હતું પરંતુ પોલીસને જાણ કરનાર ફરિયાદ આપવાની ના પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...