શુભારંભ:બુલેટ ટ્રેને ઝડપ પકડી, નવસારીમાં વધુ એક 40 મીટરના બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ કામ શરૂ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈ લીલીઝંડી આપી હતી. - Divya Bhaskar
રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈ લીલીઝંડી આપી હતી.
  • દેશના નિમાર્ણ ઉદ્યોગમાં સૌથી ભારે ગણાતા PHC બોક્સ ગર્ડરનું વજન 970 મેટ્રિક ટન

રેલવે-કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે સોમવારે NHSRCLના મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર માટે નવસારી કાસ્ટિંગ યાર્ડમાં 40 મીટર સ્પેનના વધુ એક ફુલ પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (પીએસસી) બોક્સ ગર્ડરના કાસ્ટિંગનો શુભારંભ કર્યો હતો. 28 ઓક્ટોબરે આણંદમાં કાસ્ટિંગ યાર્ડમાં પ્રથમ ફુલ સ્પેન ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

40 મીટર સ્પેનના પીએસસી બોક્સ ગર્ડરનું વજન લગભગ 970 મેટ્રિક ટન છે. જે ભારતના નિર્માણ ઉદ્યોગમાં સૌથી ભારે પીએસસી બોક્સગર્ડર હશે. 40 મીટર સ્પેન ગર્ડરને સિંગલ પીસ સ્વરૂપે કાસ્ટ કરવામાં આવે છે એટલે કે કોઈ નિર્માણ જોડાણ વિના કે જેમાં 390 ઘન મીટરકોંક્રિટ અને 42 મેટ્રિક ટન સ્ટીલ સામેલ છે. વાયડક્ટના નિર્માણમાં ગતિ લાવવા માટે, સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરનું નિર્માણ સમાંતરમાં કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...