અડાજણના ફરિયાદીનું મકાન અચાનક નમી જતાં તેમણે કોર્ટમાં વળતર અરજી કરી હતી જે નામંજૂર થઈ હતી. જમીન બેસી જતાં મકાન નમી ગયું હતું. વીમા કંપનીએ એમ કહીને ક્લેઇમ આપવાથી ઇન્કાર કરી દીધો હતો કે આવું થાય એમાં વીમો નહીં મળે. કેમકે આવા નુકશાનનો સમાવેશ પોલિસીમાં થતો નથી. અડાજણ ખાતે રહેતા યુવાનના મકાનને નુકશાન થતા તેણે વીમા કંપની સમક્ષ ક્લેઇમ કર્યો હતો આથી કંપનીનો સર્વેયર મકાન ચેકી કરી ગયો હતો. જમીન બેસી જતા મકાનને નુકશાન થયુ હતુ.
વીમા કંપનીના એડવોકેટની દલીલ હતી કે ફરીયાદીના મકાનને નુકશા થયુ છે પરંતુ નુકશાનીના બનાવ અંગે જે વીમા પોલીસીમા જણાવેલા છે તેને કારણે આ નુકશાન થયેલ નથી. આ નકુશાન ફરિયાદીના ઘરની નીચે સોઇલ સેટલમેન્ટ ના બનાવના લીધે થયો છે. ખરેખર ફરિયાદીએ પોતાનું મકાન બનાવ્યુ ત્યારે યોગ્ય સાવચેતી રાખી નહીત. જેના કારણે આજનો બનાવ બન્યો છે. બાદમા સમગ્ર મામલો કોર્ટમા ગયો હતો જ્યાં દલીલો બાદ કોર્ટે અરજી નકારી હતી. વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહે દલીલો કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.