તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:27 પ્રોજેક્ટના બિલ્ડરોએ નોટિસના છેલ્લા દિવસે પાલિકાને જવાબ આપ્યો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટને નડતી બિલ્ડિંગોને રજાચિઠ્ઠી રદ્ કેમ ન કરવી ? તે અંગે નોટિસ આપી હતી, બિલ્ડરોએ કહ્યું રિવ્યુ પિટિશનના ચુકાદા બાદ કાર્યવાહી કરો

એરપોર્ટ રનવેમાં નડતરરૂપ વેસુના હાઇરાઇઝ બિલ્ડિંગોની એનઓસી ઇનવેલિડ દર્શાવાયા બાદ પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગે 10 ઓગસ્ટે 27 પ્રોજેક્ટના 102 જેટલા ટાવરની રજાચિઠ્ઠી સ્થગિત કરી રજાચિઠ્ઠી રદ્દ કેમ ન કરવી તે અંગે 21 દિવસમાં કારણ રજૂ કરવા નોટીસ ફટકારી હતી. આ મર્યાદા પુર્ણ થવાના કલાકો પહેલાં જ 26 પ્રોજેક્ટના ડેવલપરો તથા રહીશોએ પાલિકાને હાઇકોર્ટમાં કરાયેલી રિવ્યુ પીટીશનનો નિર્ણય ન આવે ત્યાં સુધી કાર્યવાહી ન કરવાન પત્ર પાઠવ્યો છે. આ અંગે પાલિકા કમિશનરે તમામ અહેવાલ માંગી કોર્ટની સુચના મુજબ શું કાર્યવાહી થઇ શકે છે તે અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી છે.

એરપોર્ટ વિવાદના આ મામલે આધારભૂત સૂત્રોએ કહ્યું હતું કે, 27 પ્રોજેક્ટ પૈકીના 26 ડેવલપરોએ પાલિકામાં છેલ્લા દિવસે એકસાથે જવાબ રજૂ કર્યાં હતાં. જેમાં ખુલાસો કરતાં સોસાયટી સભ્યોએ કહ્યું કે, નિર્માણ પહેલાં AAIની NOC લીધી હતી. સાથે જ રજાચિઠ્ઠીના આધારે જ બાંધકામ કરાયું છે. પાલિકાની પુર્વ મંજુરી બાદ શરૂ થયેલાં બાંધકામ અંગે જે તે વખતે કોઇ વાંધા મુકાયા ન હતાં. મિલકતના બીયુસી પણ મેળવી લેવાયા બાદ વર્ષ 2018માં AAIએ ભ‌ળતા સ્થળે બિલ્ડિંગ બાંધી હોવાની નોટીસ મોકલી હતી. તે પછી પણ બાંધકામ થયું છતાં પાલિકાએ અટકાવ્યું ન હતું.

આ અંગે હાઇકોર્ટમાં રિટ પીટીશન થતાં ડીજીસીએ પણ એનોએસી મેળવાઇ હોવાની એફિડેવિટ કરી હતી. કોર્ટ કેસમાં અસરકર્તા રહીશોને સાંભ‌ળવામાં આવ્યા ન હોવાની પણ રાવ કરવામાં આવી છે. સાથે જ પોતાના ફ્લેટ ગુમાવવાની શક્યતા જોતાં રહીશોએ કોર્ટના ચુકાદા સામે રિવ્યુ પીટીશન કરી હોવાનું ઉમેર્યું છે. રહીશોએ કહ્યું કે, જ્યાં સુધી આ રિવ્યુ પીટીશનનો નિકાલ ન થાય ત્યાં સુધી કાર્યવાહી કરી શકાય તેમ નથી. 27 પ્રોજેક્ટ પૈકી એલએન્ડટી એપાર્ટમેન્ટ દ્વારા કોઇ ખુલાસો પાલિકાને મળ્યો ન હોવાનું પણ વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અભ્યાસ કરી એકશન પ્લાનિંગ માટે આગામી રણનીતિ નક્કી કરાશે તેમ ઉમેર્યું છે.

અન્ય સમાચારો પણ છે...