ઠગાઇ:બિલ્ડરોએ સોસાયટીની કોમન જગ્યા દુકાનદારને વેચી છેતરપિંડી કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠગ બિલ્ડરોએ બોગસ દસ્તાવેજ પણ બનાવી આપ્યો હતો
  • દુકાનદારે શેડ બનાવતા કોર્પોરેશને નોટિસ મોકલતા જાણ થઈ

સરથાણામાં બિલ્ડરોએ દુકાનદારને દુકાન વેચવાની સાથે દુકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા પણ વેચી દીધી હતી. અને તેનો બોગસ દસ્તાવેજ પણ બનાવી આપ્યો હતો. કોર્પોરેશને નોટીસ આપી ત્યારે દુકાનદારને ખબર પડી કે બિલ્ડરોએ છેતરપિંડી કરી છે.

સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સરથાણા જકાતનાકા પાસે સુભાષનગર સોસાયટીમાં રહેતા કનુભાઈ કુંભાણી હાર્ડવેરની દુકાન ચલાવે છે. આરોપી બિલ્ડરો અશ્વીન ચોવટિયા( રહે, મોટા વરાછા), હસમુખ ઢોલરીયા (રહે,મોટા વરાછા), હાર્દીક ઢોલરીયા (રહે, મોટા વરાછા), વિશાલ ગોલાણી (રહે, સરથાણા જકાતનાકા) લાલજી વસ્તાણી (રહે, મોટા વરાછા) અને ચિરાગ પટેલ ( રહે, , અડાજણ) સિદ્ધેશ્વર કોર્પોરેશનના ભાગીદારો છે. બિલ્ડરોએ 2012માં પુણામાં યોગી ચોકમાં સહજાનંદ હાઈટ્સ નામથી પ્રોજેક્ટ કર્યો હતો.

તેમાં કનુભાઈને એક દુકાન પસંદ પડી હતી. ત્યારે બિલ્ડરોએ કહ્યું કે, દુકાનને લાગીને ખુલી જગ્યા છે તે પણ તમારે ખરીદવી પડશે. તેનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરી દેવાશે. તેથી કનુભાઈએ ખરીદવાની તૈયારી દર્શાવી હતી. દુકાન અને ખુલી જમીન સહિત આંખો સોદો રૂ.10.17 લાખમાં કર્યો હતો. બિલ્ડરોએ દુકાનની સાથે ખુલી જમીનનો પણ દસ્તાવેજ કર્યો હતો.

ખુલી જમીન પર કનુભાઈએ પતરાનો શેડ બનાવી ગોડાઉન તરીકે તેનો વપરાશ કરતા હતા. 2019માં મનપાએ નોટીસ આપીને તે શેડ હટાવવા જણાવ્યું હતું. તેથી કનુભાઈએ શેડ હટાવી લીધો હતો. ત્યારે સોસાયટીવાળાઓઓ કનુભાઈને કહ્યું કેે આ જમીન સોસાયટીની કોમન છે. ત્યારે કનુભાઈને ખબર પડી કે બિલ્ડરોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. આથી 6 બિલ્ડરો સામે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...