ક્રાઈમ:મહિલાને તમાચા મારનારા બિલ્ડરને આજે કોર્ટમાં રજૂ કરાશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સારોલીમાં બિલ્ડરે દુકાનના કબજા મામલે વાત કરવા આવેલી મહિલા સાથે ગાળાગાળી કરી તમાચા ચોડી દીધા હતા. મહિલાના કાકા અને મિત્રને પણ માર્યા હતો. મહિલાએ પુણા પોલીસ મથકમાં બિલ્ડર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બિલ્ડરની ધરપકડ કરી હતી. મંગળવારે બિલ્ડરને કોર્ટમાં રજૂ કરાશે. હાલ સિંગણપોર તાપી એન્કલેવમાં રહેતા રશ્મીબેન ધામેલિયા(29) બેંગ્લોર રહે છે.

2020માં તેમના પતિએ સારોલીમાં સ્ટાર અયોધ્યા ટેક્ષટાઈલ મોલમાં બિલ્ડર નિલેશભાઈ અને હસમુખભાઈ પાસેથી 35 લાખમાં દુકાન ખરીદી હતી. કબજો ન મળે ત્યાં સુધી બિલ્ડરે મહિને 30 હજાર ભાડુ ચુકવવાની બાંહેધરી આપી હતી. 1 વર્ષથી ભાડું ન આપતાં રશ્મીબેને કહેતાં હસમુખભાઈએ ઝઘડો કરી રશ્મીબેનને તમાચા મારી દીધા હતા. બનાવ અંગે રશ્મીબેને પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...