તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ કેસ:કતારગામમાં રહેતી પરિણીતા પર બિલ્ડરે બળાત્કાર ગુજાર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિલ્ડરે પરિણીતાના દિકરાઓની જવાબદારી લેવાનું કહ્યું હતું

કતારગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય માધવી(નામ બદલ્યું છે)ના પરિવારમાં પતિ અને 11 વર્ષનો દીકરો અને 9 વર્ષીય દીકરી છે. તેનો પતિ રત્ન કલાકાર છે અને પોતે કપડાની દુકાન ચલાવે છે. સાતેક વર્ષ પહેલા માધવીને ફ્લેટ ખરીદવો હતો. તેને જે સોસાયટીમાં ફ્લેટ ખરીદવો હતો તેથી સોસાયટીનું બાંધકામ કરનાર બિલ્ડર નિખિલ રામજી ટાંક( 31 વર્ષ, રહે. કતારગામ)ના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેમના વચ્ચે મિત્રતા બંધાય હતી. એક વખત તેઓ બાદમાં ફરવા ગયા ત્યારે નિખિલે કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે, તેના સંતાનો માટે પિતા તરીકેની જવાબદારી નિભાવશે. પછી અચાનક માથામાં સિંદુર પુરીને મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. ત્યાર પછી તેઓ મરજીથી શરીર સંબંધ બાંધતા હતા.

નિખિલ માધવીના ઘરે વારંવાર જતો હોવાથી સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો. પછી માધવી બીજે રહેવા ગઈ હતી. ત્યાં પણ નિખિલ આવીને શરીર સંબંધ બાંધતો હતો. બે વખત માધવી ગર્ભવતી બની હતી. ત્યારે નિખિલે કહ્યું કે, તારા સંતાનોને હુંજ સાચવવાનો છું તે બાળકની શી જરૂરત એવું કહીને માધવીને ગોળીઓ આપીને ગર્ભપાત કરાવી નાંખતો હતો. નિખિલે એક વખતે તેની માતાની સારવાર માટે માધવી પાસેથી ૩૦ હજાર રૂપિયા લીધા હતા. ત્યાર તેને અપનાવી ન હતી. રૂપિયા પરત આપ્યા ન હતા. તેમજ તેના પતિને બધી વાત કરવાની ધમકી આપતો હતો. આખરે માધવીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...