તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લસકાણાની જમીનમાં 5 સાટાખત કરી વરાછાના બિલ્ડરે રૂ.11 કરોડ પડાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડર રાજુ દેસાઈ વિરુદ્ધ 2 કરોડની ઠગાઈની ફરિયાદ
  • એકને રજિસ્ટર્ડ સાટાખત, બાકીના 4ને નોટરી કરી આપી

લસકાણાની જમીનમાં બિલ્ડર રાજુ દેસાઈએ પ્રોજેક્ટ ઊભો કર્યો તેજ જમીનમાં બિલ્ડરે 9 વર્ષમાં 5 પાર્ટીઓને જગ્યા વેચી 11.14 કરોડની રકમ લઈ દરેકને સાટાખત કરી આપ્યા હતા. જેમાં 2 કરોડની રકમ લઈ આર્કિટેકને રજિસ્ટર્ડ સાટાખત કરી આપ્યો હતો. આર્કિટેકે અરજી આપી હતી. ક્રાઇમબ્રાંચે આર્કિટેક જીતેન્દ્ર પટેલની ફરિયાદ લઈ બિલ્ડર સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

હાલમાં બિલ્ડર રાજુ દેસાઈ કામરેજમાં દાખલ જમીન કેસમાં લાજપોર જેલમાં સજા કાપે છે. ક્રાઇમબ્રાંચ બિલ્ડર રાજુ દેસાઈનો જેલમાંથી કબજો લેવા કોર્ટમાં પ્રોસેસ કરશે. વર્ષ 2015માં બિલ્ડર રાજુ દેસાઈ તેની માલિકીની લસકાણાની જમીન આર્કિટેક જીતેન્દ્ર પટેલ(41)(રહે. ગાર્ડનગેટ, વરાછા )ને વેચવાનું નક્કી કરી 8.25 કરોડમાં સોદો કર્યો હતો. આર્કિટેકે બિલ્ડરને 2 કરોડની રકમ આપી રજિસ્ટર્ડ સાટાખત કરાવ્યો હતો.

બે કરોડ આપ્યા પછી આર્કિટેકને ખબર પડી કે જે જમીન બિલ્ડરે તેને વેચાણથી આપી તેજ જમીન પહેલા અન્ય 4ને વેચી દરેકને સાટાખત કરી આપ્યો હતો.રાજુ રવજી દેસાઈ સામે આર્કિટેકની ફરિયાદ બાદ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિટકોઇન કૌભાંડી શૈલેષ ભટ્ટે લસકાણાની જમીન માટે બિલ્ડર રાજુ દેસાઈની સોપારી આપી હતી.

2013થી અત્યાર સુધીમાં 5 સાટાખત બનાવ્યા
વર્ષ 2013માં બિલ્ડર રાજુએ દિલીપ હરીવદન પટેલ સાથે 6.50 કરોડમાં જમીનનો સોદો કરી 2.50 કરોડ લીધા, વર્ષ 2014માં સ્વાધિન ચુનીલાલ ભુવા સાથે 3.22 કરોડમાં સોદો કરી 2 કરોડ લીધા, વર્ષ 2015માં મનસુખ ડુંગર પટેલ સાથે 1.61 કરોડમાં સોદો નક્કી કરી 64 લાખની રકમ લીધી અને વર્ષ 2015માં વિજય શાંતીલાલ ખોખરીયાને 6.45 કરોડમાં સોદો કરી 4 કરોડની રકમ લઈ તમામને સાટાખત કરી આપ્યો હતો. છેલ્લે આર્કિટેક સાથે સોદો કરી 2 કરોડ લઈ રજિસ્ટર્ડ સાટાખત બનાવી આપ્યો, 6 વર્ષ બાદ આ સાટાખત કેન્સલ કરવા કહી 6.70 કરોડના ચેક લખી આપ્યા હતા. જે બાઉન્સ થયા હતા.
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...