છેતરપિંડી:‘હાલ ઉતાવળ છે પછી વાંચી લેજો’ કહી પાર્લે પોઈન્ટના બિલ્ડરે સહી કરાવી જમીન પચાવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોગસ ડોક્યુમેન્ટથી બાંધકામની મંજૂરી પણ મેળવી, ભટારના જમીન દલાલની ફરિયાદ

ખટોદરામાં બિલ્ડરે અન્યના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પર બાંધકામ કરી છેતરપિંડી કરી હતી. બિલ્ડરે બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભટારમાં કાપડિયા હેલ્થ ક્લબ પાસે અશોક પેવેલિયનમાં રહેતા રાજેશ રમણલાલ દેસાઈ જમીન દલાલ છે. તેમના પિતાના હિસ્સામાં ટી.પી. સ્કીમ નંબર 06 (ખટોદરા-મજુરા)ના ફાઈનલ પ્લોટ નંબર 268માં જમીન આવી હતી. તે જમીન તેમના પિતાના કાકાએ ખરીદી હતી. હવે તે જમીન રાજેશ,તેમના-પિતા અને ભાઈના નામે હતી. તેમાંથી કેટલોક હિસ્સો રાજેશ અને તેમના ભાઈ વગેરેએ આરોપી બિલ્ડર અજય શૂરવીર સુરતવાલા(રહે. સોમનાથ મહાદેવ સોસાયટી,પાર્લે પોઈન્ટ, સુરત)ને વેચી હતી. જોકે અજયે રાજેશની વણવેચેલી જમીન ઉપર પણ કબજો કરી લીધો હતો. તેના ઉપર પણ બાંધકામ કરી નાખ્યું હતું.

તે માટે પહેલા અજય કેટલાક ડોક્યુમેન્ટ લઈને રાજેશ અને તેમના ભાઈ પાસે સહી લેવા આવ્યો હતો. ડોક્યુમેન્ટ વાંચવા આપવા કહેતા અજયે આપ્યા ન હતા અને કહ્યું કે, હાલ ઉતાવળ છે પછી વાંચી લેજો કહીને ડોક્યુમેન્ટ ઉપર સહી કરાવી લીધી હતી. તેના આધારે અજયે બોગસ ડોક્યુમેન્ટ બનાવી કલેક્ટર કચેરી અને મહાનગર પાલિકામાં તે ડોક્યુુમેન્ટ રજુ કરીને બાંધકામની પરવાનગી પણ મેળવી લીધી હતી. રાજેશ દેસાઈએ આરોપી અજય સુરતવાલા વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપતા ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...