ચેક રિટર્ન:બિલ્ડરે ઉત્રાણની જમીનનો સોદો કરતાં 31 લાખ ગુમાવ્યા, અમરોલી પોલીસમાં 2 સામે ગુનો દાખલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ આપેલા ચેક રિટર્ન થયાં હતા

અમરોલી ઉત્રાણમાં બિલ્ડરની સાથે જમીનમાં સોદો નક્કી કરી 30.50 લાખ લઈ બે શખ્સોએ ટાઇટલ ક્લિયર કરવાનો વાયદો કરી જમીન અને રૂપિયા બન્ને ચાંઉ કરી દીધા છે. આ અંગે અમરોલી પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે. ઉત્રાણની આ જમીન માટે દલાલ અઢી વર્ષ પહેલાં બિલ્ડર મહેશભાઈ ગોહિલની પુણા ખાતે આવેલી ઓફિસે આવી બિનખેતીની જમીન 1822 વાર વેચાણ કરવાની વાત કરી હતી.

બિલ્ડરે 51251 રૂપિયા વારનો ભાવ નક્કી કરી બાના પેટે 11 લાખની રકમ રમેશ સાંગણી અને હેંમત પટેલને આપી બાકીની 19.50 લાખ ટુકડે ટુકડે કરી આપી હતી માલિકીની જમીન ન હોવા છતાં રૂ.30.50 લાખની રકમ જમીનનો દસ્તાવેજ કરી આપવાનો બન્ને વાયદો કર્યો હતો. દસ્તાવેજ કરી ન આપતા બિલ્ડરે રૂપિયાની માંગણી કરી હતી.

આથી બન્ને ઠગોએ 30.50 લાખની રકમના ચેકો આપ્યા હતા. આ બન્ને ચેકો રિર્ટન થયા હતા. આખરે બિલ્ડરે અમરોલી પોલીસમાં ફરિયાદ આપતાં રમેશ પોપટ સાંગાણી(રહે, શંખેશ્વર કોમ્પલેક્ષ, અમરોલી) અને હેંમત અશોક પટેલ(રહે, સુદામા પુરી, વડોદરા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...