તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમિનાર:બજેટ મધ્યમવર્ગ માટે ગુંચવાડો પેદા કરનારું છે : ડો. જયનારાયણ વ્યાસ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરમાં પોસ્ટ બજેટ એનાલિસિસ વિશે સેમિનાર યોજાયો

‘બજેટ કેવું છે અને તેની આવનારા વર્ષ પર કેવી અસર પડશે એની ચર્ચા ચાલી રહી છે. કોવિડ ઓછો થયો અને તેની રસી શોધાઈ તે બજેટ કરતાં સૌથી મોટી વાત છે. નાણામંત્રી પાસે આપણને બજેટમાં શું અપેક્ષા હતી? આપણને અપેક્ષા હતી કે, ખાડામાં ગયેલી અર્થવ્યવસ્થા બહાર આવે. યુવાનોને રોજગારી મળનારંુ બજેટ હોય, ઘર આંગણાના બજારની માંગને ફરી જીવંત કરે આવી બધી અપેક્ષાઓ બજેટમાં હતી. મધ્યમવર્ગના લોકો માટે બજેટ મોટો ગુંચવાડો પેદા કરનારું છે.’ ચેમ્બર દ્વારા પોસ્ટ બજેટ એનાલિસિસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આ વાત ડો.જયનારાયણ વ્યાસે કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ જેવી મહામારીએ 10થી 12 કરોડ લોકોને ગરીબી રેખા નીચે પહોંચડી દીધી છે. બજેટને લઈને એક સર્વે થયો હતો જેમાં આગામી વર્ષમાં બજેટને કારણે મધ્યમવર્ગ પર માઠી અસર પડશે.ડો.બુકલ ધોળકિયાએ પણ બજેટનું એનાલિસિસ કર્યું હતું.ડો.જયનારાયણ વ્યાસે ‌વધુમાં કહ્યું હતું કે, ‘સર્વે પ્રમાણે 50 ટકા લોકો માને છે કે, આ બજેટથી તેમની જીવનશૈલીની ગુણવત્તા ઘસાઈ જશે.

56 ટકા લોકો માને છે પાર્લામેન્ટમાં રજૂ થયેલું બજેટ મોંઘવારી લાવશે. મોંઘવારી આવશે રિઝર્વ બેન્ક નથી માનતી એ મોટી વાત છે. ટમેટા, બટાટાના ભાવ રિઝર્વ બેન્કને પુછીને નથી વધતા. સર્વેનું એક તારણ એ પણ છે 16.1 ટકા લોકો માને છે કે, વર્ષના અંતે ઘર ખર્ચ કાઢતાં થોડી બચત વધશે. 27.6 ટકા લોક માને છે કે, ચાલું વર્ષની સરખામણીમાં જીવન ધોરણ સુધરશે. આમ સામાન્ય માણસનો પ્રતિભાવ અંદાજપત્ર માટે નકારાત્મક છે. બજેટ સામાન્ય લોકો માટે નથી દેશ માટે છે.

આપણે રાજી એટલા માટે થવાનું કે કોવિડ સેશ નથી આવ્યો. નિર્મલા સીતારમણજી મોટી રોજગારી પુરી પાડતા માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે ખાસ કશું બોલ્યા નથી. કોવિડે 10થી 12 કરોડ લોકોને ગરીબી રેખા નીચે ધકેલી દિધા છે. તેમના માટે બજેટમાં કોઈ પણ પ્રકારની રાહત નથી. તેમને પ્રયાસ કરવો જોઈએ અથવા વાત કરવી જોઈએ જે નથી કરવામાં આવી. સર્વે પ્રમાણે બજેટની પહેલી છાપ નકારાત્મક છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો