તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડુમસ રોડ પર ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં કૂટણખાનું ઝડપાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ક્રાઇમ બ્રાંચે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા સંચાલક સહિત બેને પકડીને ઉમરા પોલીસને સોંપ્યા

ડુમસ રોડ પર ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં પહેલાં માળે ટોપ થાઈ સ્પામાં કુટણખાનું ઝડપાયું છે. આ બાબતે શનિવારે સાંજે ક્રાઇમબ્રાંચે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન એક ગ્રાહક લલના સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હતો. હાલમાં ડીસીબીની ટીમે જાતે ફરિયાદી બની સ્પાનો 26 વર્ષીય સંચાલક ફરહાન ઈકબાલ જાવેદ(26)(રહે,મગદલ્લાગામ,મૂળ રહે, વેસ્ટ બંગાળ) અને 26 વર્ષીય ગ્રાહક સુખારામ સનવરરામ મૈયા(26)(રહે,ક્રિષ્નાપાર્ક સોસાયટી આસપાસ મંદિર પાસે,ગોડાદરા)ને પકડી પાડી ઉમરા પોલીસને સોંપી દીધા હતા.

આરોપી સુખારામ અભ્યાસ સાથે નોકરી પણ કરતો હોવાની વાત પોલીસે જણાવી છે. આમ તો ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બિઝનેસને લગતી ઓફિસો આવેલી છે. જો કે કેટલીક ભાડેથી અપાયેલી દુકાનોમાંં આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા છે.

મગદલ્લામાં તપાસ કરાય તો ઘણું બહાર આવી શકે
થાઈલેન્ડની યુવતીઓ વિઝિટ વિઝા પર સુરતમાં આવી સ્પામાં નોકરી કરે છે. સ્પામાં નોકરી કરનારી મોટેભાગની થાઇ યુવતીઓ મગદલ્લા ગામમાં રહે છે. થોડા સમય પૂર્વે અગાઉ મગદલ્લામાં થાઇ યુવતીની હત્યા થઈ હતી. જો શહેર પોલીસ વિભાગ દ્વારા મગદલ્લા ગામ સહિતના વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં અહીં રહેતી વિદેશી યુવતીઓ કેવા પ્રકારના ધંધામાં સંડોવાયેલી છે તે સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...