તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:તેના ખાડીમાંથી પસાર થતી પાણી લાઇનમાં ભંગાણ 20 દિવસથી ભાટા,ભાટપોર સહિતના ગામોને હાલાકી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી પુરવઠા વિભાગ દ્વારા તાકીદે મરામતનું કાર્ય હાથ ધરાયું હતું. - Divya Bhaskar
પાણી પુરવઠા વિભાગ દ્વારા તાકીદે મરામતનું કાર્ય હાથ ધરાયું હતું.
  • 17 વર્ષ જૂની પાણી પુરવઠાની લાઇનમાં બીજી વખત ભંગાણ સર્જાયું
  • ફોલ્ટ ખાડીની વચ્ચે હોવાથી મરામતમાં હજુ પણ 5થી 7 દિવસ લાગવાની સંભાવના

વરીયાવથી ઓલપાડના કાંઠાના ગામો સુધી જતી પાણી પુરવઠાની મુખ્ય લાઇનનું ઇચ્છાપોર પંચાયત ભવન નજીકના ભાગમાં ગાબડું પડ્યું છે. જેના પગલે છેલ્લાં 20 દિવસથી ભાટા, ભાટપોર, હજીરા અને રાંદેર સહિતના વિસ્તારમાં પાણી સપ્લાયને માઠી અસર પડી છે. 17 વર્ષ જુની પાણી નળીકામાં બે વખત ભંગાણ સર્જાયું છે. ભંગાણ તેના ખાડીમાંથી પસાર થતી લાઇનમાં થતાં રિપેરિંગમાં પણ મુશ્કેલી આવી રહી છે. જેના લીધે આસપાસના ગામોમાં પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવાની નોબત સામે આવી છે.

પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરીએ કહ્યું કે, તેના ખાડીમાં પીલર બનાવી તેનાં પરથી પસાર થતી મુખ્ય પાણી લાઇનમાં 20 દિવસ પહેલાં લીકેજ થયું હતું. તાકીદે મરામત કામ કરાઇ હતી. નળીકાને પતરાં મારી લીકેજ બંધ કરાયું કે નજીકમાં વધુ એક ભંગાણ સર્જાયું હતું. તેના ખાડીમાં મુકાયેલી પાઇપ લાઇન રોડ એરિયાથી ખુબ અંદર હોવાની સાથે ખાડી માર્ગે જ ત્યાં પહોંચી શકાય તેમ છે. ફોલ્ટ મોટું હોવાની સાથે ખાડીમાં જામેલાં કાદવ-કીચડના લીધે રિપેરિંગ કામગીરી મુશ્કેલી થઇ રહી છે. મરામતને પુર્ણ થતાં હજુ 5થી 7 દિવસનો સમય લાગશે.

પાણી સપ્લાય બાબતે કાર્યપાલક ઇજનેર ચૌધરીએ કહ્યું કે, સિટી વિસ્તારોના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાંદેર ઝોન 27 ટેન્કર દ્વારા પાણી પુરો પાડી રહ્યું છે. જ્યારે શહેર બહારના ગામોમાં નિગમ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે.આ પાણી લાઇન વરીયાવથી ઓલપાડના ગામો સુધી પાણી પહોંચાડે છે. સાથે જ રાંદેર ઝોનના છેવાડાના ગામોમાં પણ આ નળીકાથી પાણી પુરવઠો મળતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ભાટા, ભાટપોર સહિત હજીરાની આસપાસના કેટલાક વિસ્તારોમાં આ ફોલ્ટના લીધે પાણી સપ્લાય ઠપ્પ થયું છે. સ્થાનિક આગેવાન અને માજી કોર્પોરેટર ઉષા એમ. પટેલે પાલિકાના હાઇડ્રોલિક તેમજ ડ્રેનેજ વિભાગને તાકીદે કામગીરીમાં જોતરાઇ સમસ્યાનો નિવેડો લાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...