તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:પ્રેમિકાએ સંબંધ તોડતા પ્રેમીએ સોસિયલ મીડિયામાં બદનામ કરી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીના પૂર્વ પ્રેમીએ સોસિલય મીડિયા પર યુવતીના ફોટો અને તેની સાથે બીભત્સ મેસેજ પોસ્ટ કરીને વાઇરલ કરી યુવતીને બદનામ કરી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતી 32 વર્ષિય મોનિકા( નામ બદલ્યું છે) એક ટુ વ્હિલર કંપનીમાં સર્વિસ સ્ટેશનના કોલિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ઓગસ્ટ મહિનામાં રાજ પટેલના આઈડી પરથી મોનિકાના ફોટો અને તેની સાથે બીભત્સ મેસેજ પોસ્ટ થયા હતા. તેથી મોનિકાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે તપાસ કરતા આરોપી સુધી પહોંચી ગઈ હતી.

પોલીસે પાર્થ નાઈ નામના યુવકની ધરપકડ કરી છે. પાર્થ નાઈ પહેલા મોનિકાનો પ્રેમી હતો. પરંતુ તેના સ્વભાવના કારણે મોનિકાએ તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. બીજી તરફ પાર્થને શંકા હતી કે, મોનિકાના કોઈ બીજા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથેના સંબંધો કાપી નાખ્યા. તેથી પાર્થે તેનો બદલો લેવા માટે અને મોનિકાને હેરાન કરવા માટે તેના ફોટોની સાથે મેસેજ વાઇરલ કર્યા હતા. આરોપી પાર્થ આસિસ્ટન્ટ લેબ ટેકનિશિય તરીકે ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો