ફોર્મ વહેંચણી શરૂ:કોરોનાથી ચોપડે 1629 મોત સામે સહાય મેળવવા 6 દિવસમાં 3600 ફોર્મ વહેંચાયાં

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 50 હજાર આપવા 20મીથી ફોર્મ વહેંચણી શરૂ
  • સુરત શહેર માટે 10 કરોડ અને જિલ્લા માટે સરકારે સહાય પેટે 2 કરોડ ફાળવ્યાં

કોરોના મહામારીમાં સ્વજન ગુમાવનારને આર્થિક સહાય માટે સરકારે ગત 20મીથી શરૂઆત કરી છે. ત્યારે માત્ર શહેરમાંથી જ છેલ્લા 6 દિવસમાં કોરોના મૃત્યુ સહાય માટેના અત્યાર સુધીમાં 3600 જેટલાં ફોર્મનું વિતરણ થઇ ચુક્યું છે. દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોના મહામારીએ ધણા પરિવારો વિખેરી નાખ્યા છે. ઘણા બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે. તો ધણા લોકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે. આવા પરિવારોનો રૂ.50 હજાર જેટલી આર્થિક સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી છે, જેમાં શહેરી વિસ્તારમાં મૃત્યુ પામનારએ સુરત મહાપાલિકાના જન્મ મરણ વિભાગ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 3600 જેટલા ફોર્મનું વિતરણ થઈ ચુક્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે, રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામનારના આંકડા જાહેર કર્યા હતા, જેમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 2116 લોકોનાં મોત થયા હોવાનું જાહેર કર્યું હતું. જે પૈકી 1629 લોકોનાં સુરત શહેરમાં મોત થયા હતા. જેની સામે બમણાથી વધુ ફોર્મનું અત્યારથી જ વિતરણ થઇ ચૂક્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 487 વ્યક્તિનાં કોરોનામાં મોત થયા હતા. જેની સામે હાલ સુધીમાં 450 જેટલા ફોર્મ મૃતકના પરિવારજનો લઇ ગયા છે. રાજ્ય સરકારે શહેર માટે 10 કરોડ અને જિલ્લા માટે 2 કરોડ સહાય માટે ફાળવ્યા છે.

શહેર-જિલ્લામાં નવા 3 કેસ, 4ને રજા
શહેરમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં ગૂરૂવારે કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144018 થઈ ગઈ છે. ગૂરૂવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગૂરૂવારે શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 2 મળી 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141871 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગૂરૂવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...