તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વડોદરા PIની ગુમ પત્નીના કેસમાં મળેલાં હાડકાંં સુરત FSLમાં લવાયાં

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દહેજના અવાવરૂ મકાનમાંથી સળગેલા હાડકાંં મળ્યા હતા
  • હાડકાં સંપૂર્ણ બળી ગયા હોવાથી માનવ કે પ્રાણીના તે જાણવું મુશ્કેલ

વડોદરા જિલ્લાના એસઓજીના પીઆઈ એ.એ.દેસાઇના પત્નીના ગુમ થવાના પ્રકરણમાં દહેજના અટાલી ગામ પાસેથી મળી આવેલા હાડકાંને તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં લાવવામાં આવ્યા છે. હાડકાં સંપૂર્ણ બળી ગયા હોવાથી હવે તેને વધુ તપાસ માટે સુરત એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આ હાડકાં માનવના છે કે પ્રાણીના છે તે પણ નક્કર કહી શકાય તેમ નથી તેમ ફોરેન્સિક વિભાગના સુત્રો જણાવી રહ્યા છે.

વડોદરા જિલ્લાના એસઓજીના પીઆઈ એ.એ. દેસાઈના પત્નીના ગુમ થવાના પ્રકરણમાં પોલીસને દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ મકાનમાંથી તેમજ મકાનની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં હાડકાં મળી આવ્યા હતા. આ હાડકાંઓને સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સુરત સિવિલમાં લાવવામાં આવેલા 8 થી 9 હાડકાંના ટુકડામાં ખોપડીના ભાગના તેમજ પાસળીના ભાગના હાડકાંના ટુકડાઓ છે જે સંપૂર્ણ બળી ગયેલા છે. જેથી આ હાડકાં માનવના છે કે પ્રાણીના છે તે કહેવું પણ હાલ મુશ્કેલ છે.

ફોરેન્સિક વિભાગના ડોક્ટરે જણાવ્યું હતું કે, હાડકાંના ટુકડા બળી ગયા હોવાથી તેમાંથી ડીએનએ મેળવવું પણ મુશ્કેલ છે. જેથી આ હાડકાંને હવે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જો ત્યાં હાડકાંમાંથી ડીએનએ મેળવવામાં સફળતા મળશે તો તે હાડકાં કોના છે તે સ્પષ્ટ થવાની શક્યતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...