બોઈલર હટાવવાની કામગીરી:ઈચ્છાપોર બ્રિજ પરનું બોઈલર આજે 14 દિવસ બાદ હટાવાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હજીરા-એસ.કે.નગર વચ્ચેનો રસ્તો બંંધ
  • સવારે 9થી બપોર 1 સુધી કામગીરી થશે

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં ઓએનજીસી ચાર રસ્તા પર ફ્લાય ઓવર બ્રિજ પર એલ એન્ડ ટી કંપનીનું રીફાયનરીનું હેવી બોઈલર હજીરાથી એસ.કે.નગર તરફ જતા બ્રિજ પર પલટી ગયું હતું. મંગળવારે તેને હટાવવાની કામગીરી હાથ ધરાશે.

આ કામગીરી મંગળવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી હાથ ધરાનાર છે. તે માટે હેવી ક્રેનોને ઉભી રાખવા માટે બ્રિજ નીચેનો રસ્તો બંધ કરવાની જરૂરત હોવાથી તંત્રએ હજીરા-એસ.કે.નગર વચ્ચેનો રસ્તો બંંધ રાખવામાં આવનાર છે. તે માટે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકશે.

આ વૈકલ્પિક રસ્તાથી અવરજવર ચાલુ રહેશે

  • તરફથી એસ.કે.નગર તરફ આવતા વાહનો દામકા પાટીયાથી ડાબી તરફ વળીને તેના ખાડી થઈ ઓલપાડ તરફ જઈ શકશે.
  • એસ.કે.નગર તથા સુરત શહેર તરફથી ઓએનજીસી ચાર રસ્તા તરફ જતા વાહનો એસવીએનઆઈટી સર્કલથી પાલ-ઉમરા બ્રિજ થઈ ગૌરવપથથી ભેસાણ થઈ જહાંગીરપુરા થઈ ઓલપાડથી તેના ખાડી થઈને હજીરા તરફ જઈ શકશે.
  • જહાંગીરપુરાથી હજીરા તરફ જતા વાહનો સરોલી ચેકપોસ્ટ થઈ ઓલપાડ થઈ હજીરા જઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...