તપાસ:સચિન GIDCમાં અજાણ્યા યુવકનો મૃતહેદ મળી આવ્યો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશ નહેરમાં તણાઈ નોટીફાઈડ એરિયાના પાણીના પ્લાન્ટમાં આવી હોવાની શક્યતા

સચિન જીઆઈડીસી રોડ નં.8 ખાતે આવેલા નોટીફાઈડ એરીયાના પાણીના પ્લાન્ટમાં નહેર દ્વારા આવતા પાણી માટે બનાવેલા ટાંકામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ નહેરના પાણીમાં તણાઈને આવ્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.

સચિન જીઆઈડીસી રોડ નં.8 ખાતે આવેલા નોટીફાઈડ એરીયાના પાણીના પ્લાન્ટમાં નહેર મારફતે આવતા પાણી માટે બનાવેલા પ્લાન્ટમાંથી આશરે 30થી 35 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ નોટીફાઈડ એરિયાના પ્લાન્ટમાં આવતા નહેરના પાણીની સાથે તણાઈને ત્યાં આવ્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

યુવકનું બે થી ત્રણ દિવસ પહેલા પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. મૃતદેહ કોહવાઈ ગયો હોવાથી પોલીસે યુવકે પહેરેલા મહેંદી કલરના શર્ટ, ભુરા કલરની ગંજી તેમજ ભરા જીન્સના આધારે તેની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. બનાવ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી હતી. જો કે, ઘટના બાબતે પોલીસ વધુ તપાસ હાથ રહી રહી છે.

અન્ય સમાચારો પણ છે...