તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સિવિલમાંથી ગુમ વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાંથી મળી આવ્યો

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કર્મીએ અજાણ્યા દર્દી તરીકે મૃતદેહ પેક કરી PM રૂમમાં મુકી દીધો હતો

સિવિલમાંથી ગુમ થયેલા વૃદ્ધનો શનિવારે પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બોડી મેનેજમેન્ટ કરવાની કામગીરી કરતા કર્મચારીઓએ અજાણ્યા દર્દી તરીકે તેમનો મૃતદેહ પેક કરી પોસ્ટમોર્ટમ રૂમમાં મુકી દીધો હોવાનું સામે આવ્યું છે.

ગોડાદરાના મહારાણાદિન તિવારી(66) 9મીએ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. બાદ પુત્ર સંજય તિવારીને કોરોના થતાં 14 દિવસ સિવિલ જઇ શક્યા ન હતાં. 3 દિવસ પહેલા આઈસોલેશનમાંથી બહાર આવ્યા બાદ સંજયભાઇ પિતાની અપડેટ મેળવવા સિવિલ પહોંચ્યા. જો કે પિતાજીની કોઈ ભાળ મળી ન હતી.

CCTV તપાસ્યા
કોવિડ હોસ્પિટલમાંથી વૃદ્ધ ગુમ થયાની ફરિયાદ પરિવારજનોએ કરતાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમા મહારાણાદિનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં હોવાનું ખુલ્યું હતું.આ સાથે કર્મચારીની ભુલ સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો