• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Body Of An 18 day old Girl Who Was Thrown Into A River By Her Mother In A Home Dispute In Surat Was Found Under A District Bridge

ચોંકવાનારો કિસ્સો:સુરતમાં ઘરકંકાસમાં માતાએ નદીમાં ફેંકેલી 18 દિવસની બાળકીનો મૃતદેહ જીલ્લાની બ્રિજ નીચેથી મળ્યો

સુરત16 દિવસ પહેલા
ફાયરબ્રિગેડ અને સ્થાનિકો દ્વારા બાળકીનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
  • 18 દિવસની બાળકીને ફેંક્યા બાદ પોલીસમાં ગૂમ થયાની ફરિયાદ કરી

સુરતમાં સચિન ઊનના શ્રમ વિસ્તારમાં માતાએ 18 દિવસની નવજાત બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ સાથેના ઘરકંકાસમાં માતાએ જ બાળકીને નદીમાં ફેંકી દીધા બાદ પોલીસમાં ગૂમ થયાની ફરિયાદ આપી હતી. જોકે પોલીસે માતાની જુબાની લેતા બાળકીને તાપીમાં ફેંક્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. લગભગ બે દિવસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ જીલ્લાની બ્રિજ નીચેથી મળી આવ્યો હતો.

જીલ્લાની બ્રિજ નીચેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
જીલ્લાની બ્રિજ નીચેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

શુક્રવારે ખુલાસો થયો
સચિન ઉન વિસ્તારમાં શુક્રવારે સાંજે બાળકી ગુમ થઈ હોવાનો કોલ મળતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે સ્થાનિકો સાથે આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી છતાં બાળકીનો કોઈ વાવડ મળ્યો ન હતો. બાળકીની માતાની વાત પર પોલીસને શંકા જતા પોલીસે શુક્રવારે મોડીરાતે માતાની પૂછપરછ કરતા તેણીએ ખુલાસો કર્યો હતો કે ઘરકંકાસના કારણે તેણીએ બાળકીને ચોકબજાર હોપપુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી છે.

પોલીસે ફાયરબ્રિગેડની મદદથી સતત બાળકીના મૃતદેહની શોધખોળ કરી હતી.
પોલીસે ફાયરબ્રિગેડની મદદથી સતત બાળકીના મૃતદેહની શોધખોળ કરી હતી.

મહિલાના ત્રીજા લગ્ન છે
39 વર્ષીય મુસ્લિમ પરિણીતાનો પતિ જોડે શુક્રવારે ઘરકંકાસ થયો હતો. મહિલાના આ ત્રીજા લગ્ન છે. રિક્ષાચાલક પતિ સાથે ઘરકંકાસ બાદ મહિલા બાળકીને તાપી નદીમાં ફેંકી ઘરે આવી ગઈ હતી. ઘરે આવી મહિલાએ નાટક કર્યુ કે તે ટોઇલેટ ગઈ તે અરસામાં રૂમમાંથી કોઈ બાળકીનું અપહરણ કરી ગયું છે. જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણીએ બાળકીને તાપીમાં ફેંકી દીધી હોવાની વાત કરી હતી. જેના આધારે ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાએ તપાસ હાથ ધરી હતી.

બાળકીનો મૃતદેહ મળી આવતાં માતાની કબૂલાત સત્ય ઠરી હતી.
બાળકીનો મૃતદેહ મળી આવતાં માતાની કબૂલાત સત્ય ઠરી હતી.

શોધખોળમાં બાળકીનો મૃતદેહ મળ્યો
ઘટનાને પગલે પોલીસે ફાયરની મદદ લઈ રાત્રિના 12 વાગ્યાથી મળસ્કે 3 વાગ્યા સુધી શોધખોળ કરી છતાં બાળકીનો કોઈ વાવડ મળ્યો ન હતો. શનિવારે સવારે ફાયરના જવાનોએ પોલીસની સાથે તાપી નદીમાં ખાસ કરીને ડુમસ, મગદલ્લા, કોઝવે, ઉમરા કેબલ બ્રિજ સહિતના દરિયાપટ્ટીમાં શોધખોળ કરી છતાં બાળકી ન મળી. જો કે, રવિવારે બાળકીનો મૃતદેહ જીલ્લાની બ્રિજ નીચેથી મળી આવ્યો હતો.

બાળકીની સતત શોધખોળ નદીમાં કરવામાં આવી હતી
બાળકીની સતત શોધખોળ નદીમાં કરવામાં આવી હતી
અન્ય સમાચારો પણ છે...