તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Body Of A Young Man Who Jumped Into Tapi From Savji Korat Bridge In Surat Was Found The Next Day, Fearing To Take The Last Step In Mental Stress.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્નીને ‘ગુડબાય I LOVE U’ મેસેજ લખી પતિનો આપઘાત, બે દિવસથી ગુમ કતારગામના યુવકની સવજી કોરાટ બ્રિજ નીચેથી લાશ મળી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નદી કિનારે મૃતદેહ હોવા અંગે સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. - Divya Bhaskar
નદી કિનારે મૃતદેહ હોવા અંગે સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
  • ફાયરબ્રિગેડને બીજા દિવસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

બે દિવસ પહેલા ઘરેથી કારખાને જવાનું કહી નીકળેલા રત્નકલાકાર યુવકનો બે દિવસથી ગુમ થયા બાદ વરાછા સવજી કોરોટા બ્રિજ નીચે તાપીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બ્રિજ પરથી બાઈક મળી આવતા ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી. બિમારીથી કંટાળી રત્નકલાકારે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. આપઘાત પહેલા રત્નકલાકાર યુવકે પત્નીના મોબાઈલ પર ‘ગુડબાય આઈલવયુ’ મેસેજ પણ મોકલ્યો હતો.

તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો.
તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો.

ગત રોજ તાપીમાં યુવકે પડતું મૂક્યું હતું
સવજી કોરાટ બ્રિજ નીચે પાણીમાં એક યુવાનો મૃતદેહ તરતી હાલતમાં આજે મળી આવ્યો હતો. જોકે આ મામલે ગતરોજ સ્થાનિકઓએ ફાયર વિભાગ અને પોલીસને જણકારી આપતા ફાયરની એક ટીમ આવીને આ યુવાન મૃતદેહને બહાર કાઢીને કાપોદ્રા પોલીસને સોંપી દીધો હતો.પોલીસને જાણકરી મળી હતી કે, મરનાર યુવાન )ઉંવ.આ.25) જેનું નામ રાહુલ કિશોર રોય અને તે કતારગામ વિસ્તારનો રહેવાસી છે.

કતારગામના યુવકે મોટા વરાછાના સવજી કોરાટ બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી.
કતારગામના યુવકે મોટા વરાછાના સવજી કોરાટ બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી.

ગતરોજ રાહુલ ઘરેથી નીકળી ગયેલો
ગતરોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ રાહુલ ગૂમ થઈ ગયો હતો. જોકે તેના પરિવાર દ્વારા આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન સુમુલ ડેરી રોડ પર આવેલા પેલેસમાં રહેતો હતો અને છેલ્લા કેટલાક સામેથી સતત માનિસક તણાવમાં ફરતો હતો. જેને લઈને ઘરેથી નીકળી સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં કુદી ગયો હતો.જોકે યુવાન મૃતદેહ મળ્યાના સમાચાર મળતાની સાથે આ યુવાનનું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આ મામલે કાપોદ્રા પોલીસે આ યુવાની ઓળખ કરી આ મામલે ગુનો દાખલ કરી આ યુવાને ક્યાં કારણસર આપઘાત કર્યો છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો