તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય:સુરતના પાંડેસરામાં ઘરમાંથી યુવાનનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, ફાંસો ખાધેલા બે નિશાન હોવાથી હત્યા કે આપઘાતને લઈને રહસ્ય સર્જાયું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગળા પરથી અલગ અલગ કપડાંના ફાંસો ખાધેલા બે નિશાન અને તૂટી ગયેલા હાડકુંને લઈ હત્યા કે આપઘાતનું રહસ્ય. - Divya Bhaskar
ગળા પરથી અલગ અલગ કપડાંના ફાંસો ખાધેલા બે નિશાન અને તૂટી ગયેલા હાડકુંને લઈ હત્યા કે આપઘાતનું રહસ્ય.
  • પાડોશી 500 રૂપિયા દેવા જતા લટકતો મળ્યો

સુરતમાં પાંડેસરાના નાગસેન નગરના એક મકાનમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા યુવાનના મોતને લઈ અનેક પ્રશ્નો સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 5 દિવસ પહેલા વાપીથી સુરત પરિવાર પાસે આવેલા રવિન્દ્ર સૈડાનેના ગળા પરથી અલગ અલગ કપડાંના ફાંસો ખાધેલા બે નિશાન અને તૂટી ગયેલા હાડકું ને લઈ હત્યા કે આપઘાતને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. વતન ગયેલા પરિવારે પાડોશીને ફોન કરી રવિન્દ્રને 500 રૂપિયા આપવાનું કહ્યા બાદ રવિન્દ્ર તેના જ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો
વિનોદ (પાડોશી) એ જણાવ્યું હતું કે, રવિન્દ્રની માતા યમુનાબેનનો રવિવારની બપોરે મારા પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રવિન્દ્રને 500 રૂપિયા આપી આવજો, એટલે હું રવિવારની રાત્રે તેના ઘરે ગયો હતો. દરવાજો ખખડાવ્યા બાદ પણ ન ખોલતાં મેં ઘરમાં નજર મારી તો રવિન્દ્ર લટકતી હાલતમાં દેખાયો હતો. જેથી તાત્કાલિક તેના પરિવારને વતન ફોન કરી જાણ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આવીને દરવાજો તોડ્યો અને મૃતદેહ નીચે ઉતારી આગળની તપાસ શરૂ કરી હતી.

મૃતદેહ મળી આવતા પરિવાર દોડીને સુરત આવ્યો
વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર મોટા દીકરા વિનોદની મોટી દીકરી માટે વતનમાં છોકરો જોવા ગયા હતા. દરમિયાન રવિન્દ્ર ઘરમાં એકલો રહેતો હતો. રવિન્દ્રનો મૃતદેહ મળી આવતા પરિવાર દોડીને સુરત આવ્યો હતો. હાલ રવિન્દ્રની અંતિમ વિધિ ચાલી રહી છે. તેના મોતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ પોલીસ તપાસનો વિષય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો