સાથીદારોએ હત્યા કરી:સુરતના કીમમાં ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, રૂમ પાર્ટનરે અંદરો અંદરના ઝઘડામાં ચપ્પુના ઘા ઝીંક્યા

સુરત5 મહિનો પહેલા
પોલીસને રૂમમાંથી એક મૃતદેહ અને એક ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો. - Divya Bhaskar
પોલીસને રૂમમાંથી એક મૃતદેહ અને એક ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો.
  • એકનો મૃતદેહ જ્યારે બીજો વતનવાસી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો

સુરતના કીમ નજીક આવેલી ચિરાગ રેસિડેન્સીના એક ફ્લેટમાંથી યુવકનો શંકાસ્પદ રીતે યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ ચાર મિત્રો પૈકી બીજો ઘવાયેલી હાલતમાં મળી આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે બે મિત્રો ભાગી ગયા હોવાનું ઇજાગ્રસ્ત મિત્રએ જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત અવતાર સિંગએ જણાવ્યું હતું કે, અંદરો અંદરના ઝઘડામાં બે મિત્રોએ ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. ઝઘડાનું કોઈ કારણ જાણતો નથી.

રૂમમાં રહેનારાએ જ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું
રૂમમાં રહેનારાએ જ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું

પંજાબના રહેવાસી
પોલીસે જણાવ્યું હતું કે, ઝઘડો ચિરાગ રેસિડેન્સીના B-8 વિભાગના ફ્લેટ નંબર 202માં થયો હતો. પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત હાલતમાં ગોરાસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અવતારસિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઇજાગ્રસ્ત અને મૃતક બન્ને અમૃતસર પંજાબના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કીમ પોલીસ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

કયા કારણથી હુમલો કરાયો તે ઈજાગ્રસ્તને પણ ખબર નથી.
કયા કારણથી હુમલો કરાયો તે ઈજાગ્રસ્તને પણ ખબર નથી.

એક જ રૂમમાં રહેતા હતા
અવતારસિંહ સેવાસિંહ (ઉ.વ.28) રહે. પંજાબએ જણાવ્યું હતું કે, 2-3 દિવસ પહેલા જ વતન પંજાબથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. વતનવાસીઓ સાથે એક જ રૂમમાં રહેતો હતો. ગુરુવારની રાત્રે રૂમમાં અદરો અંદરના ઝઘડામાં પેટમાં ચપ્પુ ઘુસાડી બે જણા ભાગી ગયા હતા. વતનમાં બહેન પિતાની જવાબદારી નિભાવતા સુરત કામની શોધમાં આવ્યો હતો.