મૃત્યુ કે આપઘાત?:સુરતના પાંડેસરામાં બંધ મકાનમાંથી શ્રમિક યુવકનો ઉંદરડા કરડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

સુરત21 દિવસ પહેલા
ત્રણ દિવસ બાદ રૂમમાંથી મૃતદેહ મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • દારૂ-ગાંજાના વ્યસની યુવકના મોતને પગલે તર્ક વિતર્ક શરૂ થયાં

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરના એક બંધ મકાનમાંથી શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉંદરડા કરડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. મૃતક યુવક મિલમાં મજૂરીકામ કરતો હોવાનું અને ભાડાની રૂમમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસથી ઘર માં બંધ શિવ મંગલ રામ મનોહરનું કુદરતી મોત થયું કે આપઘાત તે અંગે જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.

મતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રૂમ પાર્ટનરને 3 દિવસે જાણ થઈ
સુનિલ સરોજ (રૂમ પાર્ટનર) એ કહ્યું હતું કે, ઘટનાના ત્રણ દિવસથી હું બહારગામ હતો. આજે સવારે ઘરે આવ્યા બાદ દરવાજો ખોલ્યો તો મિત્ર શિવ મંગલના શરીર પર ઉંદરડા ફરતાં હતાં. આ જોઈ હું હેબતાઈ ગયો હતો. બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. તપાસ કરતા ખબર પડી કે, શિવ મંગલનું મૃત્યુ થયું છે. શિવ મંગલ દારૂ અને ગાંજો પીવાનો વ્યસની હતો.

ત્રીજા દિવસે મૃતદેહ મળતાં સ્થાનિકો પણ ચોંકી ગયાં હતાં.
ત્રીજા દિવસે મૃતદેહ મળતાં સ્થાનિકો પણ ચોંકી ગયાં હતાં.

મોતનું કારણ જાણવા પીએમ થશે
શિવ મંગલ ના મૃતદેહ પરથી ઉદરડા કરડવાના નિશાન મળી આવ્યા છે. ઘટના બાબતે પાંડેસરા પોલીસને જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસે પેપર વર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.