તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:હોપપુલ પરથી ઝંપલાવનાર મહિલાની લાશ ડુમસથી મળી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપઘાતનું કારણ હજુયે અકબંધ

હોપપુલ પરથી બે દિવસ પહેલા પડતું મુકનાર મહિલાનો મૃતદેહ ડુમસ ભાટીયા ફાર્મ પાસેથી નદી કિનારેથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતા ડુમસ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે મહિલાએ ક્યાં કારણસર પડતું મુક્યું તે પોલીસ જાણી શકી ન હતી. વેડરોડ કુબેર પાર્કની સામે રહેતા પુષ્પાબેન બિપીનભાઈ વાઘ(37)ના પતિ હાઉસ કિપીંગનું કામ કરે છે. બે દિવસ પહેલા પુષ્પાબેને હોપપુલ પરથી તાપીમાં પડતું મૂક્યું હતું આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પુષ્પાબેનની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન જ પુષ્પાબેનની બહેને પણ તાપીમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ફાયરબ્રિગેડે તેને બચાવી લીધી હતી. પુષ્પાબેનની શોધખોળ દરમિયાન જ અન્ય એક યુવકે પણ બ્રિજ પરથી પડતું મુકતા ફાયરબ્રિગેડે બન્નેની શોધખોળ હાથ ધરી હતી. જોકે જે તે દિવસે બન્નેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બુધવારે ફાયરબ્રિગેડ ફરીથી શોધખોળ માટે ગઈ હતી ત્યારે અજાણ્યા યુવકનો મૃતદેહ સરદારબ્રિજ અને મક્કાઈપુલની વચ્ચેથી મળી આવ્યો હતો. જોકે પુષ્પાબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

આખરે બુધવારે મોડી સાંજે ડુમસ ભાટીયા ફાર્મ નજીક નદી કિનારેથી પુષ્પાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા ડુમસ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પુષ્પાબેને ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યુ તે પોલીસ જાણી શકી ન હતી. પ્રાથમિક તપાસ બાદ ડુમસ પોલીસે આગળની તપાસ રાંદેર પોલીસને સુપ્રત કરી છે.

અન્ય સમાચારો પણ છે...