તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાની આશંકા:ઝાંપામાંથી મળેલી લાશ મુસ્લિમ યુવતીની નીકળી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 જૂને મિસિંગની ફરિયાદ નોંધાઇ હતી

શહેરના ઝાંપાબજારમાંથી રવિવારે એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસ તપાસમાં લાશની આેળખ માનદરવાજાની શબાના સૈયદ તરીકે થઇ હતી. મૃતક યુવતી 10મી જૂને અઠવા લાઈન્સ વિસ્તારમાંથી ગુમ થઈ હતી. જેની મિસિંગની ફરિયાદ પણ દાખલ થઇ હતી. પોલીસને મૃતક શબાના સૈયદની હત્યા કરાઇ હોવાની આશંકા લાગી રહી છે.

મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમા આવેલા ઝાંપાબજારના વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. મૃતક મહિલાના શરીર પર માત્ર કુરતી હતી. મહિલાની કોહવાયેલી લાશ દસેક દિવસ જુની હોવાનું જણાઇ હતી. કુરતી અને મૃતકના પગમાં બાંધેલ દોરા પરથી પોલીસે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ માન દરવાજા ખાતે રહેતી 32 વર્ષીય શબાના જાવીદ સૈયદ તરીકે થઇ હતી. શબાનાએ પ્રેમ લગ્ન કર્યા છે. 10 જૂને શબાના સૈયદ અઠવાલાઈન્સ પોલીસની હદમાં આવેલા ભાગાતળાવમાંથી ગુમ થઈ હતી.

પોલીસે નજીકના સીસીટીવી ફુટેજ ચેક કરતાં શબાના સૈયદ બાઇક પર કોઈની સાથે જતી હોય એવું દેખાય આવ્યું હતું. મૃતક શબાના સૈયદ હત્યા થઈ હોવાની પોલીસને શંકા છે. મૃતકનું પીએમ રિપોર્ટ આવ્યા બાદ મહિધરપુરા પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરશે. ઉલ્લેખનીય છેકે મૃતકનો પતિ તેના વતન મહારાષ્ટ્ર ગયો હોવાથી તેની પૂછપરછ કરી શકાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...