મૃતદેહ મળ્યો:સુરતમાં ગુમ યુવકની 14 કલાક બાદ લાશ તાપી નદીના કિનારે મળી, પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં ગુમ યુવકની 14 કલાક બાદ લાશ તાપી નદીના કિનારે મળી, પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી

જહાંગીરપુરા પાળા પાસેથી ગુમ થઈ ગયેલો યુવાન 14 કલાક બાદ તાપી નદીના કિનારે પાણીમાંથી મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. એટલું જ નહીં પણ માથા પર ઇજાના નિશાન મળી આવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરી યુવકની હત્યા આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતક રોહિતના પિતાએ પુત્રની હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી છે.

સિંગણપોર પોલીસે જણાવ્યું હતું કે, આજે લગભગ 12:30 વાગ્યાના અરસામાં એક મૃતદેહ જહાંગીરપુરા તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ રોહિત મોહનભાઇ ભારતીય તરીકે થઈ હતી. મૃતકના માથામાં ગંભીર ઇજા હતી. પોસ્ટ મોર્ટમ માટે સ્વિમેર લઈ જવાયા બાદ તપાસ હાથ ધરાઈ છે.

મોહનભાઇ ભારતીય (મૃતકના પિતા) એ જણાવ્યું હતું કે, પુત્ર રોહિત પહેલા તેમની સાથર જહાંગીરપુરા આવાસમાં રહેતો હતો. ત્યારબાદ માસમાં ગામ તાપી રેસિડન્સીમાં રહેવા ચાલી ગયો હતો. ગેરેજમાં કામ કરતો રોહિત શનિવારની રાત્રે મિત્રો જોડે જહાંગીરપુરા પાળા પર પાર્ટી કરી રહ્યો હતો. 10 વાગ્યાના અરસામાં બોલાવવા જતા 30 મિનિટમાં આવું છું કહ્યા બાદ પણ ન આવતા એને ફોન કર્યો હતો જોકે ફોન બંધ બતાવતા મુંઝવણ અનુભવી હતી. પાળા પર તપાસ કરતા કોઈ મળ્યું ન હતું.

વધુમાં જણાવ્યું હતું કે ઘણી શોધખોળના અંતે જહાંગીરપુરા પોલીસમાં ગુમની ફરિયાદ કરવા ગયા હતા. કાચી અરજી લીધા બાદ સવારે પરત બોલાવવામાં આવ્યા હતા. 14 કલાક બાદ એટલે રવિવારની સવારે 12:30 વાગે પુત્ર રોહિતનો મૃતદેહ તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. માથામાં ઇજા હતી.

વધુમાં જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ બાદ પણ દીકરાના મોતનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મારા દીકરાના માથા પરની ઇજા જોયા બાદ એવું લાગે છે કે એને કોઈએ મારીને ફેંકી દીધો હોય પોલીસ તપાસ કરે અને અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...