ક્રાઇમ:અમરોલીમાં બાથરૂમમાંથી રત્નકલાકારની લાશ મળી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટાછેડા બાદ ફ્લેટમાં મૃતક એકલો જ રહેતો હતો

અમરોલીમાં છૂટાછેડા બાદ છેલ્લા દોઢ વર્ષથી એકલવાયું જીવન જીવતા રત્નકલાકારનો બાથરૂમ માંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનાં ફ્લેટમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. બાથરૂમમાં પગ લપસી જતા માથામાં ઇજાના કારણે યુવકનું મોત નીપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

અમરોલી ભગુનગર નજીક ગોકુલ કોમ્પ્લેક્સમાં રહેતો 38 વર્ષીય પ્રકાશ પટેલ હીરાના કારખાનામાં કામ કરતો હતો.છૂટાછેડા બાદથી એકલવાયંુ જીવન જીવતો હતો. દોઢ વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારથી પ્રકાશ ફ્લેટમાં એકલો જ રહેતો હતો. શનિવારે તેના ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાથી આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફ્લેટની અંદર જઈ તપાસ કરતા બાથરૂમમાંથી પ્રકાશભાઈનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હાલતમાં મળ્યો હતો.

તેમજ બાથરૂમનો નળ પણ ચાલુ હાલતમાં હતો. જેથી બાથરૂમમાં ન્હાવા જતી વખતે પગ લપસી જતા ઇજા થવાથી મોત નીપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે પોલીસે પ્રકાશભાઈનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમમાં પ્રકાશભાઈનું આશરે ત્રણ દિવસ પહેલા મોત નીપજ્યું હોવાનું અને માથામાં ઈજા થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...