ઉન સંજય નગર-1 ખાતે રહેતા મસીઉદ્દીન અંસારી વેલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની એકની એક 2 વર્ષીય પુત્રી ગોસિયા ફાતેમા શનિવારે ઘર નજીક અન્ય બાળકો સાથે રમતા રમતા અચાનક ગુમ થઈ હતી. મોડી સાંજે બાળકી ગુમ થયાની જાણ થતા શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે, પત્તો લાગ્યો ન હતો.
આખરે પરિવારે મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ઘર નજીક જ્યાં બાળકી રમતી હતી ત્યા નજીકમાં જ ખાડી હોવાથી પોલીસે મોડી રાત્રે ફાયરબ્રિગેડની મદદથી ખાડીમાં બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જોકે, બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રવિવારે સવારે ફરીથી પોલીસે ફાયરની મદદથી ખાડીમાં શોધખોળ હાથ ધરતા માસુમ બાળકીનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો.
બાળકીના મોતને લઈ પરિવારે શંકા વ્યકત કરી હતી. પોસ્ટમોર્ટમમાં બાળકીના શરીર પર બાહ્ય કે આંતરીક કોઈ ઈજાના નિશાન મળી આવ્યા ન હતા. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. હાલ ડૂબી જવાથી મોત થયાનું પોલીસે નોંધ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.