મધર્સ ડેના રોજ કરૂણાંતિકા:દયાળજી બાગ નજીક તાપીમાંથી દુપટ્ટો બાંધેલી હાલતમાં મહિલા અને બાળકીના મૃતદેહ મળ્યા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહદારીએ જાણ કરતા ફાયરબ્રિગ્રેડે લાશો બહાર કાઢી
  • ​​​​​​​​​​​​​​માતા-પુત્રી હોવાની શક્યતા, મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ હોવાથી ઓળખ ન થઈ

મધર્સ ડેના દિવસે દયાળજી બાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. કોઈક રાહદારીની નજર પડતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી છે.

આ અંગે ફાયર બ્રિગેડ તથા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, માતાએ પોતાની પુત્રીને દુપટ્ટા વડે સાથે બાંધીને તાપીમાં પડતું મુક્યું હોવાની પોલીસે શક્યતા વ્યકત કરી છે. હાલ પોલીસે બન્નેની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. દયાળજી બાગ પાસે રાંદેર તરફ રવિવારે સવારે તાપીમાંથી એક અજાણી આશરે 30 થી 35 વર્ષીય મહિલા અને આશરે 3 વર્ષીય બાળકીના મૃતદેહ મળ્યા હતા. રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ફાયરબ્રિગેડની મદદથી બન્નેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.

આશરે ચાર દિવસ પહેલાં બન્નેના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. બન્નેના મૃતદેહ ડિકમ્પોઝ થઈ ગયા હોવાથી હાલમાં ઓળખ થઈ શકે તેવી સ્થિતિમાં ન હતા. મહિલાએ કાળા કલરની લેગીન્સ અને લીલા કલરનું શર્ટ તેમજ બાળકીએ પિન્ક કલરનું શર્ટ અને કેસરી કલરની પેન્ટ પહેરેલી છે.

બન્નેનાં સેમ્પલ ફોરન્સિક તપાસ માટે મોકલાયાં
મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનુ ફોરેન્સીક વિભાગ દ્વારા પોસ્મમોર્ટમ કરવામાં આવ્યું હતું. બન્નેના શરીર પર કોઈ ઈજાના નીશાન મળી આવ્યા ન હતા. તેમજ બન્નેના મોત ડૂબી જવાના કારણે થયા હોવાની પ્રાથમીક શક્યતા વ્યકત કરવામાં આવી છે. બન્નેના સેમ્પલ લઈ ફોરેન્સીક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

4 દિવસ પહેલાં ડૂબી જતાં મૃત્યુ થયાની આશંકા
આશરે ચાર દિવસ પહેલા બન્નેના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બન્નેના મૃતદેહ ડીકમ્પોઝ થયા હોવાથી ઓળખ થઈ શકે તેવી સ્થિતીમાં પણ ન હતા. પોલીસે બન્નેના મૃતદેહ પોસ્ટમોટમ માટે મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...