તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Blizzard Brought The Temperature Down To Minus 15 Degrees, The Oxygen Level Dropped To 60, Yet Surati Reached The 6,250 meter High Peak Of Leh.

યે હૌસલા કૈસે ઝૂકે!:બરફની આંધી ને તાપમાન માઇનસ 15 ડીગ્રી, ઓક્સિજન લેવલ ઘટીને 60 થયું છતાં સુરતીએ લેહનું 6250 મીટર ઊંચું શિખર સર કર્યું

સુરત15 દિવસ પહેલા
લેહમાં સુરતી યુવાને પર્વત સર કરીને તિરંગો લહેરાવ્યો.
  • ટીમના બે સભ્યો અડધેથી પરત ફર્યા છતાં 12 કલાકમાં શિખર સર કર્યું

કહેવાય છે કે 'અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી'. આ વાતને ચરિતાર્થ કરતાં સુરતના હરકિશન જિયાણીએ લેહમાં આવેલું 6250 મીટર ઊંચું કેંગ યાત્સે-2 શિખર સર કર્યું છે. બરફની આંધી વચ્ચે માઇનસ 10થી 15 ડીગ્રીથી તાપમાનમાં તેમણે 12 કલાકમાં શિખર સર કર્યું હતું. પર્વતારોહણ દરમિયાન બરફની આંધી આવી હતી. શરીરનું ઓક્સિજન લેવલ ઘટીને 60 થવાની સાથે માઈનસ 15 ડીગ્રીમાં 6250 મીટર ઊંચું શિખર સર કરીને પર્વતારોહણ કર્યું હતું.

આરોહણ અવરોહણ માટે અમને કુલ 12 કલાકનો સમય લાગ્યો.
આરોહણ અવરોહણ માટે અમને કુલ 12 કલાકનો સમય લાગ્યો.

ટીમના સભ્યો પરત ફરતાં મોરલ ડાઉન થયું
વરાછામાં સરથાણામાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની હરિકશન જિયાણીએ લેહમાં આવેલા 6250 મીટર ઊંચો માઉન્ટ કેંગ યાત્સે -2 પર્વત સર કર્યો હતો. હરકિશન જિયાણીએ 4 સભ્યની ટીમ સાથે ગત તા. 28 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગે પર્વતારોહણ શરૂ કર્યું હતું. અધવચ્ચે ટીમના બે સભ્યને ખરાબ હવામાન અને તેમના હેલ્થને ધ્યાને લઇ પરત થવું પડ્યું હતું. રાત્રિના 3 વાગ્યાના સમયે હવામાન એકદમ બદલાયું અને બરફ પડવા લાગ્યો હતો. આરોહણ ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. ટીમના બે સભ્ય પરત થવાથી થોડું મોરલ પણ ઓછું થયું હતું. ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા અને આરોહણ શરૂ રાખ્યું. પર્વતનો સ્લોપ 60થી 70 ડીગ્રી જેટલો હોવાથી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હતું અન્યથા એક નાની ભૂલ પણ મોતના મુખમાં ધકેલી દે તેમાં કઈ શંકા નહોતી. પર્વત પર એકદમ સીધું ચઢાણ હોવાથી ખૂબ જ થાક લાગતો હતો.

ખરાબ હવામાન સામે હાર્યા વગર પર્વતારોહણ કર્યું.
ખરાબ હવામાન સામે હાર્યા વગર પર્વતારોહણ કર્યું.

12 કલાકમાં પર્વત સર કર્યો
બરફની આંધી સાથે સાથે માઇનસ 10થી 15 ડીગ્રી તાપમાન તેની વચ્ચે ઝઝૂમીને અમારે સફળતા હાંસિલ કરવાની હતી. હરિકશન અને બંગાળના ઉદિત હજારેએ સવારના 6 વાગ્યા ને 10 મિનિટે શિખરની ટોચ પર પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો. આરોહણ અવરોહણ માટે અમને કુલ 12 કલાકનો સમય લાગ્યો હતો. બીજા દિવસે સવારે 10 વાગ્યે અમે બેઝ કેમ્પ પરત ફર્યા હતા.

ઓક્સિજન લેવલ ઘટી જવા છતાં હિંમત હાર્યા વગર પર્વતારોહણ કર્યું હતું.
ઓક્સિજન લેવલ ઘટી જવા છતાં હિંમત હાર્યા વગર પર્વતારોહણ કર્યું હતું.

ખરાબ હવામાન વચ્ચે હિંમત ન હાર્યા
હરકિશન જિયાણીએ જણાવ્યું હતું કે પર્વતારોહણ કરતી વખતે ઊંચાઈએ હવા પાતળી થતાં મારું ઓક્સિજન લેવલ ઘટીને 60થી 70 થયું હતું. મને ચક્કર આવ્યા અને દેખાતું બંધ થયું હતું. એક સમયે લાગ્યું કે હવે મારે આગળ ન વધવું જોઈએ. તાત્કાલિક બેઝકેમ્પ છોડીને નીચે ઓછી ઊંચાઈ પર પરત ફરવું જોઈએ, પરંતુ ટીમ દ્વારા નિર્ણય કરવમાં આવ્યો કે હાલ પરત ફરવું નથી. સામાન્ય ટ્રીટમેન્ટ કરી અને 4 વાગ્યા સુધી રાહ જોઇ હતી. બાદમાં ઓક્સિજન લેવલ 81 સુધી થઈ જતા આગળ જવાનો નિર્ણય કર્યો હતો. ખૂબ જ વિકટ સ્થિતિ ખરાબ હવામાન, બરફ વર્ષા હોવા છતાં આરોહણ જારી રાખી આ સફળતા પ્રાપ્ત કરી હતી.

પર્વતારોહણ દરમિયાન બરફની આંધી આવી હતી.
પર્વતારોહણ દરમિયાન બરફની આંધી આવી હતી.

ટીમે ખરાબ હવામાનને ગણકાર્યું
ટીમ 28મી એ ત્રણ દિવસમાં 45 કિલો મીટરનું ટ્રેકિંગ પૂર્ણ કરીને બેસ કેમ્પ પહોંચી હતી. ટીમ રાત્રિના 10 વાગ્યે આરોહણ માટે જવાની હતી અને બપોરના 12 વાગ્યા આસપાસ અચાનક મારું ઓક્સિજન લેવલ 60થી 70 વચ્ચે આવવા લાગ્યું. મને નક્કી થઈ ગયું કે હવે મારે આગળ ન વધવું જોઈએ અને પરત ફરવું પડશે, તાત્કાલિક બેઝ કેમ્પ છોડીને નીચે ઓછી ઊંચાઈ પર પરત ફરવું જોઈએ, પરંતુ ટીમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે હાલ પરત નથી ફરવાનું, થોડી સામાન્ય ટ્રીટમેન્ટ કરી અને 4 વાગ્યા સુધી રાહ જોવી. જોકે સાંજ સુધીમાં ઓક્સિઝન લેવલ 81 સુધી થઈ જતાં આગળ જવાનો નિર્ણય કર્યો હતો. ખૂબ જ વિકટ સ્થિતિ, ખરાબ હવામાન, બરફ પડવો અને ઇક્સ્ટ્રીમ્લી કોલ્ડ વિન્ડ હોવા છતાં આરોહણ શરૂ રાખી આ સફળતા પ્રાપ્ત કરી.